કોમર્સ કોલેજ - અમરેલી ખાતે Innovation DIY KIT Phase-2 ની તાલીમનું આયોજન થયું. : વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. - At This Time

કોમર્સ કોલેજ – અમરેલી ખાતે Innovation DIY KIT Phase-2 ની તાલીમનું આયોજન થયું. : વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.


કોમર્સ કોલેજ - અમરેલી ખાતે Innovation DIY KIT Phase-2 ની તાલીમનું આયોજન થયું. : વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.

અમરેલી : અમરેલી જિલ્લા વદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજમા તા.૦૨/૦૧/૨૦૨૫ અને તા.૦૩/૦૧/૨૦૨૫ ના રોજ INNOVATION DIY (DO IT YOYRSELF) KIT PHASE - 2ની તાલીમનું આયોજન કરવામાં આવ્યું. Robockart કંપની તરફથી કૌશિકભાઇ ધડુક દ્રારા તાલીમ આપવામાં આવી. Phase-2 ની તાલીમમાં મુખ્ય Basic Electronics kit, Advanced Electronics Kit તથા mechanical kit અંગે વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન પ્રેકટીકલ સાથે આપવામાં આવ્યું. કોલેજના sem-2, 4 અને 6ના કુલ 48 વિદ્યાર્થીઓએ તાલીમમાં ભાગ લીધો હતો. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. એમ. એમ. પટેલે પ્રેરણાત્મક ઉદબોધન દ્રારા વિદ્યાર્થીઓને તાલીમ માટે પ્રોત્સાહિત કર્યા હતા. ઉપરાંત કોલેજના સિનિયર પ્રાધ્યાપક જે. એમ. તળાવીયાએ વર્તમાન સમયમાં તાલીમની ઉપયોગીતા વિશે માર્ગદર્શન આપ્યું હતું. ઇનોવેશનના કો-ઓર્ડીનેટર પ્રાધ્યાપક ડૉ. એ.બી. ગોરવાડીયા તથા ઇનોવેશન કલબના સભ્ય પ્રાધ્યાપક વી.જી. વસાવાએ સમગ્ર તાલીમની સુચારુ વ્યવસ્થા ગોઠવી હતી. જીજ્ઞાશાવૃતિ અને કઈક નવું શીખવાની તાલાવેલી સાથે વિદ્યાર્થીઓ તાલીમમાં ઉત્સાહભેર જોડાયા હતા. વિધાર્થીઓને તાલીમની સાથે તેમના મનમાં મુંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે તાલીમ આપનાર કૌશિકભાઇ ધડૂક સતત તત્પર રહયા હતા. ટેકનોલોજીના સમયમાં આવી તાલીમ યુવા વર્ગ માટે ખુબજ ઉપયોગી નીવડશે એવી આશા રાખી શકાય. આ બે દિવસીય તાલીમમાં બધા વિદ્યાર્થીઓએ પ્રાયોગિક કાર્ય દ્રારા પોતાનામાં રહેલી કુશળતા બતાવવાનો સફળ પ્રયાસ કર્યો તેમ આઈ.ક્યુ.એ.સી.ના કોઓર્ડિનેટર પ્રા.ભારતીબેન ફીણવિયાએ જણાવ્યું હતું.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.