સામતપર પ્રાથમિક શાળા ખાતે રમતોત્સવ યોજાયો.
ઝાલાવડ પંથકમાં અલગ અલગ શાળામાં અવનવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે જ્યારે
ઝાલાવાડ પંથકના સાયલા તાલુકામાં આવેલ સામતપર પ્રાથમિક શાળામાં રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ ભાગરૂપે કોથળા દોડ, લંગડી દોડ, ત્રિપગી દોડ, ફુગ્ગા ફોડ વગેરે જેવી જુદી જુદી રમતનું આયોજન કરવામાં આવ્યું.
શાળા દ્વારા મેળવેલા પ્રથમ નંબર બાળકોને શિલ્ડ ટ્રોફી આપી સન્માનિત કરાયા.
સામતપર પ્રાથમિક શાળાના તમામ બાળકોએ જુદી જુદી રમત સ્પર્ધામાં ભાગ લઈ ખૂબ જ આનંદપૂર્વક રમત ઉત્સવ ની મજા લીધી...
બાળકો તથા શિક્ષકોએ ,બટુક ભોજન પણ સાથે લીધું.. અને દરેક સ્પર્ધામાં પ્રથમ આવનાર દરેક વિદ્યાર્થી ભાઈ-બહેનને શાળા તરફથી શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા..
રમોત્સવ અંગે શાળાના આચાર્ય શિક્ષક રામભાઈ ઠાકર, તેમજ તેમનો સ્ટાફે સહભાગી બન્યા હતા.
રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર રણજીતભાઇ ખાચર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.