જમીનના સોદામાં 50 લાખની ઠગાઈ થતાં ખેડૂતનો આપઘાતનો પ્રયાસ
ગુરૂપ્રસાદ ચોકમાં રહેતાં અને ખેતી કામ સાથે જમીન-મકાનનો લે વેંચનો ધંધો કરતાં અશ્વિન વિનુભાઈ ધવા (ઉ.વ.32) નામના યુવાને ગત સાંજે કટારીયા ચોકડી પાસે કરણ અજુન પાર્ટી પ્લોટન જીક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર ખસેડાયા હતાં. તેણે લખેલ સ્યુસાઈડ નોટમાં પોતાની સાથે ભંડારીયા સર્વ નંબરની જમીનના સોદામાં 50 લાખની ઠગાઈ થઈ હોવાનો અને ઠગાઈમા છ જણા સામેલ હોવાનો ઉલ્લેખ કરતા પોલીસે ચિઠ્ઠી કબ્જે કરી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, પોલીસે કબ્જે કરેલ ચિઠ્ઠીમાં લખ્યું છે કે, મેં 18-8-24ના રોજ ભંડારીયા સર્વ નંબરની જમીન 22 એકર મુળ માલિક હિરજીભાઇ લક્ષમણભાઈ વનારીયા અને ગોરધનભાઈ લક્ષમણભાઈ વનારીયા તથા અશોકભાઈ વનારીયા પાસેથી લીધી છે. આ માટે તા. 15-08-15 ના સોડીયા ગામે તેમના ઘરે જઈને 50 લાખ રોકડા ટોકન પેટે આપેલ છે.
જે જગ્યાની કાચી ચિઠ્ઠી તથા મોબાઈલ પ્રૂફ બધુ મારી પાસે હાલમાં છે. જગ્યામા 50 ટકાના ભાગીદાર ધાર્મિક ટીલાળા ઉર્ફે ધમો છે. ત્યારબાદ હું દસ્તાવેજ કરવાનો ટાઈમ લેવા ખેડુત પાસે જતાં મને જાણવા મળેલ કે, આ જગ્યા ચીટર ગેંગ દ્વારા બીજી વ્યક્તિ પાસેથી ટોકન લઈ આપી દેવાઈ છે. જેથી ખેડૂત દસ્તાવેજ કરવા માટે તૈયાર નથી.
હાલ દસ્તાવેજ કરી આપવામાં આવતો ન હોવાથી હું દવા પી આત્મહત્યા કરુ છું. જે મને મરવા મજબુર કરે છે, તેના નામ હું મારી જાતે લખીને સ્યુસાઇડ કરુ છુ. આપ સાહેબ યોગ્ય તપાસ કરાવી ચીટર ગેંગને પકડજો. કાળુ મૂંધવાને ફોન કરી દસ્તાવેજ કરવાં કહેતા ત્યાથી પણ મને ધમકી મળી હતી. તેમના દલાલે મારી નાખવાની ધમકી આપી હતી. જે
ચિઠ્ઠીમા કાળુભાઈ મુંધવા, ધાર્મિક ટીલાવા, વિનુભાઈ પરમાર (વિરપર,ભાડલા), પરષોત્તમ (કાળીપાટ),ખોડુભાઈ બાંભવા (ઠબચડા) અને વિપુલ સસરાના નામ તથા મોબાઈલ નંબર લખવામાં ગાવ્યા છે. અંતમા લખાયુ છે કે બધી વ્યક્તિઓના માનસિક ત્રાસ અને ધાકધમકીમોને કારણે હુ પગલું ભરુ છુ. તા. 30/11/24ના રોજ જે કોટડા સાગાણી પોલીસમા અરજી આપી હતી. પણ મને ત્યાથી કોઈ અભિપ્રાય મળ્યો નથી.
અશ્વિન થવાને સિવિલ હોસ્પિટલમાથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમા ખસેડાયેલ છે. આ મામલે સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા તાલુકા પોલીસમાં નોંધ કરાવાઈ હતી. વધુમાં યુવાનના લગ્ન થઈ ગયા છે અને હાલમાં પત્નિ સગર્ભા છે, તેના પિતા પણ ખેતીની વ્યવસાય ધરાવે છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
