જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વીજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને રોડ સેફટી કાઉન્સીલ સહિત વિવિધ બેઠક યોજાઈ
જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વીજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને રોડ સેફટી કાઉન્સીલ સહિત વિવિધ બેઠક યોજાઈ
------------------
વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરી નાગરિકલક્ષી મુદ્દાઓ પર મનોમંથન
------------------
ગીર સોમનાથ,તા.૩૦: જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને રોડ સેફટી કાઉન્સીલ, કાયદો અને વ્યવસ્થા, કોસ્ટલ સિક્યોરિટી અંગે બેઠક યોજાઈ હતી.
રોડ સેફટી કાઉન્સીલની બેઠકમાં કલેક્ટરશ્રીએ વિવિધ રોડ એન્જિનિયરિંગ, ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા લેવાના થતા મહત્વના પગલાઓ તેમજ બ્લેકસ્પોટ, નમસ્તેથી લઈ સોમનાથ બાયપાસ રોડ પર લાઈટ વગેરે વિશે મહત્વના વિભાગો સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
અધિક નિવાસી કલેક્ટર શ્રી રાજેશ આલે રોડ સેફ્ટી સંલગ્ન કામગીરી સમીક્ષા કરી હતી તેમજ બ્લેક સ્પોટ્સ અન્વયે અકસ્માત ઘટાડવા માટેના પગલાં, માર્ગ અકસ્માતનાં સ્થળોની તપાસણી સહિત માર્ગ સલામતી અંગે કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.
કોસ્ટલ સિક્યોરિટી અંતર્ગતની બેઠકમાં ઓનલાઈન ટોકન મેનેજમેન્ટ સિસ્ટમ, દરિયાઈ સુરક્ષા માટે માછીમારોને જાગૃત કરવા અંગે સેમિનારો, લેન્ડિંગ પોઈન્ટ અને ફિશ લેન્ડિંગ પોઈન્ટ પર સી.સી.ટી.વી વગેરે સહિત વિવિધ મુદ્દાઓ પરત્વે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પોલીસવડા શ્રી મનોહરસિંહ જાડેજા, સર્વે પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી, ચિરાગ હિરવાણિયા સહિત આર.ટી.ઓ, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, નેશનલ હાઈવે ઓથોરિટી સહિત સંલગ્ન વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.