*જૈનાચાર્ય આનંદઘનસૂરિ વિદ્યાલય ખાતે પોલીસ તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા વખતે સ્ટ્રેસ મેનેજમેન્ટ તથા સાયબર ક્રાઇમ નિવારવા કાર્યક્રમ યોજાયો
*જૈનાચાર્ય આનંદઘનસૂરિ વિદ્યાલય ખાતે પોલીસ તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા વખતે સ્ટ્રેસ મેનેજમેન્ટ તથા સાયબર ક્રાઇમ નિવારવા કાર્યક્રમ યોજાયો.*
જૈનાચાર્ય આનંદઘનસૂરિ વિદ્યાલય હિંમતનગર ખાતે પોલીસ તંત્ર દ્વારા ધોરણ ૧૦ તથા ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો ડર દૂર કરવા,આ કાર્યક્રમમાં એ ડિવિઝન પોલિસ સ્ટેશનમાંથી ઉપસ્થિત પી.એસ.આઈ મેડમ એ.બી. શાહ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પરીક્ષાની તૈયારી કરવા સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું. સાઇબર ક્રાઇમ વિભાગમાંથી ઉપસ્થિત શ્રી કિશન કુમારે સાયબર ક્રાઇમ તથા તેને નિવારવા રાખવાની તકેદારી અંગે માહિતી આપી. જે વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ કાર્યક્રમમાં WBC ઇન્દિરાબેન તથા મીનાબેન ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય પ્રદીપભાઈ દેસાઈ તથા શિક્ષક મિત્રોની હાજરીમાં એન.ડી.રાવલ દ્વારા કાર્યક્રમનુ સંચાલન કરવામાં આવ્યું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.