બે મહિના અગાઉ નોંધાયેલ અપહરણના ગુનાના આરોપીને ઝડપી લેવાયો ભોગ બનનારને આરોપી અંકલેશ્વર તરફ લઈ ગયો હોવાની બાતમીને આધારે તપાસ હાથ ધરાઈ હતી
બે મહિના અગાઉ નોંધાયેલ અપહરણના ગુનાના આરોપીને ઝડપી લેવાયો
ભોગ બનનારને આરોપી અંકલેશ્વર તરફ લઈ ગયો હોવાની બાતમીને આધારે તપાસ હાથ ધરાઈ હતી
બાલાસિનોર
બાલાસિનોર તાલુકાના એક ઇસમ વિરુદ્ધ બે મહિના અગાઉ અપહરણનો ગુનો નોંધાયો હતો. નાસતા ફરતા તે આરોપીને બાલાસિનોર પોલીસે ઝડપી લીધો હતો
આ અંગેની વિગતો એવી છે કે ભોગ બનનારને આરોપી
અંકિતભાઇ રયજીભાઇ પટેલીયા રહે.પીલોદ્રા તા.બાલાસિનોર જી.મહીસાગરનાનો અપહરણ કરી લઇ ગયો હતો. આ અંગે બાલાસિનોર તા.પો. સ્ટેશન ખાતે ગુનો નોધવામા આવેલ હતો અને જેની તપાસ પીઆઈ એ.બી.દેવધા દ્વારા શરૂ કરવામાં આવી હતી અને
ટેકનીકલ સોર્સિસ તથા હ્યુમન સોર્સિસ આધારે આરોપી તથા ભોગ બનનારની તપાસ કરતા આરોપી ભોગ બનનારને અંકલેશ્વર બાજુ ભગાડી ગયેલ હોવાની માહીતી મળી હતી. તે બાતમીને આધારે પોલીસની ટીમ બનાવી તપાસ માટે મોકલતા આરોપી તથા ભોગ બનનારને અંકલેશ્વર પનોલી જી.આઇ.ડી.સી.માંથી
ઝડપી લઈ કાર્યવાહી કરાઈ હતી. બે માસથી નાસ્તા કરતા અપહરણના ગુનાના આરોપીને ઝડપી લઈ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
રિપોર્ટર ભૌમિક પટેલ બાલાસિનોર
9714056889
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.