આજરોજ શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરમાં કાર્યક્રમ યોજાયો....... - At This Time

આજરોજ શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરમાં કાર્યક્રમ યોજાયો…….


આજરોજ શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરમાં કાર્યક્રમ યોજાયો.......
આજે શાળામાં વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે બાળકોમાં જાગૃતિ લાવવા સાયબર ક્રાઇમ, સ્ટ્રેસ કંટ્રોલ તથા પોઝિટિવિટી વધારવા અંગેનો જ્ઞાનવર્ધક કાર્યક્રમ યોજાયો. મુખ્ય વક્તા શ્રી એમ.એમ.દવે (નિવૃત્ત જેલર, સાબરમતી સેન્ટ્રલ જેલ) એ વિદ્યાર્થીઓને પોતાના અનુભવનો નિચોડ સરળ ભાષામાં આપ્યો. વિદ્યાર્થીઓ અવસ્થામાં ભયસ્થાનો અને પ્રશાસકીય પરીક્ષા અંગે વિસ્તૃત માહિતી આપી. આ ઉપરાંત પ્રીતિબેન પંડ્યા (સભ્ય, ભારતીય માનંક બ્યુરો તેમજ પ્રેસિડેન્ટ, ગ્રાહક સુરક્ષા ફોરમ ) એ ગ્રાહકના અધિકારો, વસ્તુની કિંમત અને છેતરામણી અંગે ઊંડાણપૂર્વક માહિતી આપી. આજના કાર્યક્રમમાં આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ એ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું તેમજ પ્રશંસનીય સંબોધન કરી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. સમગ્ર કાર્યક્રમમાં સુપરવાઇઝર શ્રી એસ.કે.મનાત, શ્રી પી.જે.મહેતા, સ્ટાફ મિત્રો તેમજ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. શ્રી ડી.પી.ભટ્ટ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.