અગાવ થયેલ માથાકૂટનો ખાર રાખી યુવાન પર જીવલેણ હુમલો - At This Time

અગાવ થયેલ માથાકૂટનો ખાર રાખી યુવાન પર જીવલેણ હુમલો


રૈયાધારમાં મારવાડી વાસમાં ગણેશ ઉત્સવમાં ગીત વગાડવા મામલે થયેલ માથાકૂટનો ખાર રાખી યુવાન પર ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. પુત્રને બચાવવા વચ્ચે પડેલ પિતા અને મામાને પણ ફટકારતા ત્રણેયને સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે યુની. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી.
બનાવ અંગે રૈયાધારમાં મારવાડી વાસ શેરી નં.8 માં રહેતાં કૈલાશભાઈ તુલસીરામ ભાટી (ઉ.વ.40) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પ્રભુ, વિસ્તારામ, નોરથરામ, પ્રકાશ દેવીપૂજકનું નામ આપી યુની.પોલીસે બીએનએસ એક્ટ 118(1), 115(2), 352 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ કલરકામની મજુરી કામ કરે છે.
તેઓને સંતાનમાં એક દીકરો અને બે દીકરી છે. ગઈ તા.25 ના રાત્રીના સાડા અગીયારેક વગ્યાની આસપાસ તેઓ ઘરે હાજર હતાં ત્યારે તેમના દિકરાએ વાત કરેલ કે, પ્રભુભાઈનો ફોન આવેલ અને બહાર બોલાવે છે, તો હું જાવ છુ, કહી તેમનો દીકરો ઘરની બહાર ગયેલ થોડીવાર બાદ ઘરની બહાર જોર જોરથી અવાજ આવતા તેઓ ઘરની બહાર ગયેલ તો પ્રભુ, વીસ્તારામ, નોરથરામ ગુજ્જર અને પ્રકાશ દેવીપુજક તેઓના દિકરાને ગાળો આપી લોખંડના સળિયાથી માર મારતા હતાં. હુમલામાં તેઓના દિકરા સંજયને માથાના ભાગે લોખંડનો સળિયો મારી દેતાં લોહીલુહાણ થઈ ગયો હતો.
તેમજ અન્ય શખ્સોએ લાકડાનો ધોકાથી ફટકારી પગમાં ઈજા પહોંચાડી હતી. મારામારીમાં પુત્રને બચાવવા તેઓ વચ્ચે પડતાં નોરથરામે તેમને પણ ધોકો ફટકારી દિધો હતો. દરમિયાન તેમણે છોડાવવા આવેલ તેમના સાળા ઘનશ્યામભાઈને પણ પ્રકાશે મારમાર્યો હતો. બાદમાં આરોપીઓ નાસી છૂટ્યા હતાં. બનાવમાં ઘવાયેલા પિતા-પુત્ર સહિત ત્રણેય લોકોને 108 મારફત સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
વધુમાં બનાવ અંગે ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેમના મોટા દીકરા સંજય તેના મીત્ર કરણ ભાટી સાથે ગણેશ ઉત્સવમા ગયેલ હોય ત્યારે કરણ ભાટીને ગીત વગાડવા બાબતે બોલાચાલી થયેલ હતી. જેમનો ખાર રાખી હુમલો કર્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી યુની. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.