બોટાદ જીલ્લાનું ગૌરવ શ્રી યોગીરાજ વિદ્યામંદિર બોટાદના વિદ્યાર્થીની નેશનલ કક્ષાએ પસંદગી
(અજય ચૌહાણ)
ગુજરાત સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત (સ્ટેમ ક્વિઝ સાયન્સ એન્ડ ટેકનોલોજી મેથેમેટિક્સ એન્ડ એન્જિનિયરિંગમાં) શ્રી યોગીરાજ વિદ્યામંદિર બોટાદના બે વિદ્યાર્થીની નેશનલ કક્ષાએ પસંદગી થતા શાળા પરિવાર હર્ષની લાગણી અનુભવે છે. જે અંતર્ગત જિલ્લા લોગ વિજ્ઞાન કેન્દ્ર બોટાદનો પણ આ તકે આભાર વ્યક્ત કરે છે. આ ઝળહળતી સિદ્ધિ બદલ શાળાના ટ્રસ્ટી જે.પી.સાહેબ, કાન્તીભાઈ કણઝરીયા , રાજુભાઇ વઢવાણા , તથા STEM QUIZ ના માર્ગ દર્શક શિક્ષક કાળુભાઈ ભોંહરિયા તથા શાળાના આચાર્ય વિરલભાઇ વઢવાણા તથા શાળાના સમગ્ર સ્ટાફગણ વતી આગામી નેશનલ કક્ષા માટે શુભેચ્છા પાઠવેલ છે.શાળાના બંને વિદ્યાર્થીઓ(1) ભોંહરીયા અર્શ મહમદ કાળુભાઈ (2) સુમરા સોયાબ આજમભાઈ લેવલ પાર કરી નેશનલ માટે પસંદગી પામેલ છે. આ બન્ને વિદ્યાર્થીઓએ શ્રી યોગીરાજ વિદ્યામંદિર બોટાદ તથા બોટાદ જિલ્લાનું ગૌરવ વધારેલ છે. બંને વિદ્યાર્થીઓને શાળા પરીવાર વતી ખૂબ ખૂબ અભિનંદન
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.