થર્ટીફર્સ્ટ પહેલા શહેર પોલીસ સજજ : બુટલેગરો, લુખ્ખાઓને તેડું, મહિલાઓ માટે સી - ટીમ તૈનાત - At This Time

થર્ટીફર્સ્ટ પહેલા શહેર પોલીસ સજજ : બુટલેગરો, લુખ્ખાઓને તેડું, મહિલાઓ માટે સી – ટીમ તૈનાત


થર્ટીફર્સ્ટ પહેલા શહેર પોલીસ સજજ બની છે અને શહેરના લીસ્ટેડ બુટલેગરો, પેડલરો, લુખ્ખાઓને પોલીસ મથકે તા.28ના બોલાવી શખ્ત ચેતવણી આપવામાં આવશે કે જો થર્ટી ફર્સ્ટ પહેલા કે બાદમાં દારૂની રેલમછેલ કે કોઈ ટીખળ કરી છે તો પોલીસ તેમની ભાષામાં સમજાવશે. તેમજ ગર્ભીત ચીમકી આપી શહેરનું વાતાવરણ શાંત રાખવા સુચના આપવામાં આવશે તેવું પોલીસ સુત્રોએ જણાવ્યું છે.
ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે થર્ટી ફર્સ્ટના શહેરમાં થતી અલગ અલગ જગ્યાએ ડાન્સ પાર્ટીઓ માટે શહેર પોલીસ સજજ છે. નવા વર્ષની ઉજવણી લોકો શાંતીપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ કરે તે માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. જે ટીમોને બ્રેથ એનેલાઈઝર, એનડીપીએસની કીટ આપવામા આવી છે જેથી દારૂ અને માદક પદાર્થનું સેવન કરતા શખ્સોને પકડી શકાય.
ઉપરાંત ખાનગી પાર્ટીપ્લોટ કે ફાર્મ હાઉસમાં યોજાતી પાર્ટીઓમાં પોલીસ ખાનગી ડ્રેસમાં નજર રાખશે. ઉપરાંત મહિલાઓને સુરક્ષામાં ખામી ન આવે તે માટે રોમીયો પર સી-ટીમ ખાસ નજર રાખશે.
શહેરની ભાગોળે આવેલ હોટલો અને ફાર્મ હાઉસમાં યોજાતી થર્ટીફર્સ્ટની પાર્ટીઓ માટે આજ સુધી પોલીસમાં માત્ર 4 આયોજકોએ જ અરજી કરી છે. જેમાંથી હાલ એક પણ મંજૂર કરવામાં આવી નથી. 2024ને અલવીદા કરવા થનગનતા લોકો માટે એક આંચકારૂપ સમાચાર કહી શકાય.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સરકારની ગાઈડલાઈન મુજબ આયોજકોએ સ્ટ્રકચર સ્ટેબીલીટી, સીકયુરીટી, સીસીટીવી કેમેરા, આયોજકોની વિગત, કલાકારોની વિગત સહિતના નિયમો પાળવા પડશે.
જે નિયમો પૂર્ણ કરેલા આયોજકોને જ મંજૂરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ટીઆરપી ગેમ ઝોન આગ કાંડની ઘટના બાદ તંત્ર એલર્ટ મોડમાં આવેલ હોય તેમ જન્માષ્ટમીના મેળામાં ચકડોળની મંજૂરી આપવામાં આવી ન હતી તેમજ નવરાત્રીમાં પણ આયોજકોને છેલ્લે સુધી ગરબા લેવડાવ્યા બાદ મંજૂરી આપી હતી.

શહેરમાં અનેક સ્થળોએ થર્ટીફર્સ્ટની પાર્ટીઓનું આયોજન થતુ હોય છે ત્યારે મહિલાઓ પણ મોટા પ્રમાણમાં આયોજનમાં સહભાગી બની નવા વર્ષને આવકારવા આયોજનોમાં જતા હોય છે ત્યારે તેમની સુરક્ષા માટે અને રોમીયોગીરી કરતા લુખ્ખાઓ હેરાન ન કરે તે માટે શહેર પોલીસની સી-ટીમ તૈયાર થઈ ગઈ છે અને અલગ અલગ આયોજનોમાં ખાનગી ડ્રેસમાં રોમીયો પર ખાસ નજર

થર્ટીફર્સ્ટ પર દારૂની રેલમછેલ, માદક પદાર્થોની સપ્લાય અને શહેરમાં લુખ્ખાઓ બેફામ ન બને તે માટે પોલીસ કટીબધ્ધ બની છે. તે માટે શહેરના લીસ્ટેડ બુટલેગરો, પેડલરો અને હીસ્ટ્રીશીટરોને આગામી તા.28ના બોલાવવામાં આવ્યા છે. અને સાનમાં ગર્ભીત ચીમકી આપવામાં આવશે કે આગામી સમયમાં કોઈપણ જાતની લુખ્ખાગીરી કે નશાનો કારોબાર કરશો તો પોલીસ તેની ભાષામાં સમજાવશે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.