જેતપુરના થાણાગાલોળ ગામે બાઈક સ્લીપ થતા દંપતિ કેનાલમાં પડી જતા, પતિનો બચાવ પત્નીનું મોત
જેતપુર તાલુકાના થાણાગાલોળ ગામે કેનાલના રસ્તે આવેલ વાડીએ જતા દંપતીનું બાઈક સ્લીપ થઈ જતા પતિ પત્ની બને કેનાલમાં પડી જતા દંપતી ખંડિત થયું હતું.
બનાવની વિગતો મુજબ હાલ સુરત રહેતા અને મૂળ થાણાગાલોળ ગામના વતની ગોપાલભાઈ ઉંધાડ તેમજ તેમના પત્ની રંજનબેન સાથે વતન આવેલ જે આજે બપોરે તેમની વાડીએ બાઈક પર કેનાલના રોડ પર જઈ રહેલ હતા. પરંતુ કેનાલમાં રોડ પથરાવ હોય જેમના કારણે બાઇક સ્લીપ થતા બને દંપતી કેનાલમાં પડી જતા,ગોપાલભાઈ ઉંધાડ કોઈ પણ ભોગે બહાર નીકળી ગયેલ પરતું તેમના પત્ની રંજનબેન કેનાલના પાણીમાં ગરકાવ થઈ જતા તમેને ગોપાલભાઈ એ બહાર કાઢવાની કોશિશ કરેલી પરંતુ કેનાલના પાણીના પ્રવાહમાં તણાયા હતા. ત્યારબાદ ગ્રામજનોને જાણ કરતા ઘટના સ્થળે ગ્રામજનો પહોંચ્યા હતા.ત્યાર બાદ જેતપુર નગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમ દ્વારા તમેને થોડે દૂરથી મળ્યા હતા તમેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ પરંતુ હાજર પરના ડોક્ટર મૃત જાહેર કરેલ આમ દંપતી ખંડિત થયું હતું.
દર વર્ષે કેનાલમા અનેકના મોત નીપજતા હોય છે. ત્યારે આ વર્ષે રંજનબેનનો ભોગ લેવાયો.કેનાલ પરના ઉબડખાબડ રસ્તા ના કારણે ખેડૂતો પણ પરેશાન જોવા મળી રહ્યા છે પરંતુ તંત્રની ઊંઘ ઊડતી નથી. તાકીદે આ રસ્તો રીપેર કરવામાં આવે તેવો ખેડૂતોએ માંગ કરી છે.
આશિષ પાટડિયા જેતપુર
9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.