જેતપુરના વેકરીયા નગર વિસ્તારમાં આવેલ મકાનમાંથી ચોરી. - At This Time

જેતપુરના વેકરીયા નગર વિસ્તારમાં આવેલ મકાનમાંથી ચોરી.


અજાણ્યો ચોર 1.44 હજારની મતા ચોરીની ફરિયાદ પોલીસ મથકે નોંધાય

શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં બંધ મકાનમાંથી તસ્કરે નિશાન બનાવ્યું હતું. જેમાં વેકરીયા નગર વિસ્તારમાં,બંધ મકાના તાળા તોડીને ચોરે ઘરમાં પ્રવેશ કર્યો અને સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી કરી તસ્કર પલાયન થયો હતો

બનાવની વિગતો મુજબ જેતપુર શહેરના વેકરીયા નગર શ્યામવાડી વિસ્તારમાં રહેતા ફરિયાદી પરેશભાઈ ચંદુભાઈ હિરપરાએ નોંધાવેલ ફરિયાદ મુજબ ગત તા.22 ના રોજ સવારે નવ એક વાગ્યા આસપાસ તેમના ગામ મૂળ મેવાસા જ્યાં તેમના દાદીનો અવસાન થયેલ હોય જેથી ત્યાં ગયેલ હોય અને ત્યાં રોકાયેલ હોય ત્યાંથી આજે પરત ફરતા આજે તેમના ઘરે પહોંચેલા જા તેમના દરવાજે મારેલ તાળું તેમજ સેન્ટ્રલ લોક ખોડલ જોવા મળેલ હોય જેથી તેમને શંકા ચોરી થયેલ છે. ત્યારબાદ ઘરમાં પ્રવેશીને બેડરૂમનો દરવાજો પણ તૂટેલ હોય અને રૂમાલ રાખે લોખંડના કબાટ નો લોક તોડી નાખેલો જોવા મળેલો તેમજ આખા રૂમમાં વેર વિખેર ચીજ વસ્તુ પડેલું એને કબાટ ની અંદર તિજોરીમાંથી એક સોનાનો ચેન દોઢ તોલાનો જેની કિંમત 45,000. તેમજ સોનાનું મંગલસૂત્ર એક તોલાનું જેની કિંમત 30,000 તેમજ બે ચાંદીના સિક્કા જેમની કિંમત 1000 તેમજ બે જોડી ચાંદીના સાકળા જેમની કિંમત 2,000 તેમજ એક જોડી ચાંદીની ઝાંઝરી કિંમત રૂપિયા 1,000 તેમજ રોકડ રકમ રૂપિયા 20,000 એમ કુલ રૂપિયા 1,44,000ની માલમતા અજાણ્યો શખ્સ ચોરી ગયેલ હોય જેમની ફરિયાદ જેતપુર પોલીસ મથકે નોંધાય હતી

પોલીસે ફરિયાદીની ફરિયાદ પરથી ન્યાય સહિતા 2023 ની કલમ મુજબ અજાણ્યા ચોર ઇસમ સામે 305(એ),331,(૩),331(4) મુજબ નોંધીને અજાણ્યા ચોરની જેતપુર પોલીસે શોધખોળ હાથ ધરી છે

આશિષ પાટડિયા જેતપુર


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.