ભાભરના ગોસણ ગામે આવેલી સો મીલોમાં વ્રુક્ષ છેદન તેમજ અન્ય ગેરરીતિઓ બાબતે સઘન તપાસ થાય તે જરૂરી. - At This Time

ભાભરના ગોસણ ગામે આવેલી સો મીલોમાં વ્રુક્ષ છેદન તેમજ અન્ય ગેરરીતિઓ બાબતે સઘન તપાસ થાય તે જરૂરી.


રાજય સરકાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ થકી લાખો રૂપિયાનો એંધાણ કરીને વૃક્ષારોપણ કરવામાં આવતુ હોય છે, જેના ઉછેરમાં વર્ષો વિતી જતાં હોય છે પરંતુ જે મોટા વૃક્ષો ખેડૂતોના ખેતરો,ગૌચરો, સરકારી પડતર જમીનોમાં કે અન્ય જગ્યાએ ઉભા હોય છે તે વૃક્ષોનું સો મીલના માલીકો નિકંદન કાઢીને વર્ષે દહાડે લાખો કરોડોની કાળી કમાણી કરી રહ્યા છે..
ભાભર તાલુકાના ગોસણ ગામે આવેલ સો મીલો જે ભાભર રાધનપુર હાઇવે ગોસણ વરસડા રોડ પર પેટ્રોલ પંપની બાજુમાં બે સો મીલો આવેલ છે જેમાં લીલાં લાકડાંનો કાળો કારોબાર રાત દિવસ ધમધમી રહ્યો છે જેના કારણે આજુબાજુના ખેડૂતો પણ તોબા પોકારી ગયા છે.આમ તો ખેડૂતને નડતર રૂપ કે કોઈ ઘર કામમાં પોતાના ખેતરમાં ઉભેલ વૃક્ષ કાપવું હોય તો ગ્રામ પંચાયત કે મામલતદારની મંજૂરી લેવી પડે છે, પરંતુ આ સો મીલના માલીકો રોજેરોજ મોટા વૃક્ષો કપાવીને નિકંદન કઢાવી રહ્યા છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પણ સમસ્યા સર્જાઈ રહી છે, આ સો મીલો માં તો રોજના પાંચ થી દશ ટ્રેક્ટર લીલાં લાકડાં ભરાઈ ને જાહેર રસ્તાઓ પરથી બિન રોકટોક આવે છે સવાલ મોટો એ ઉભો થાય છે કે આ વૃક્ષો કાપવાની મંજૂરી આપે છે કોણ.? કે પછી વગર મંજૂરી એ આ વૃક્ષોના હત્યારાઓ સો મીલ માલીકો વૃક્ષો કપાવીને કાળી કમાણી કરી રહ્યા છે..? સો મીલ માં લાકડાંના હેરાફેરી કરવા માટે જે ટ્રેક્ટરો વાપરવામાં આવી રહ્યું છે તે ખેતીકામ માટે વાપરવાનુ હોય છે પરંતુ આ લોકો આવા વાહનોનો ઉપયોગ ઔધોગિક વપરાશ તરીકે ઉપયોગ કરી રહ્યા છે જે નંબર પ્લેટ વગરનું છે તેમજ તેના વિમો પાર્સીગ કે જરૂર કાગળોના ઠેકાણા નથી આ વાહનો પણ શંકાસ્પદ છે તપાસ જરૂરી છે..! સો મીલમાં બાળ મજુર સહિત પરપ્રાંતિય મજુરો વર્ષોથી કામ કરી રહ્યા છે જે બાબતે પોલીસ ને પરપ્રાંતિય મજુરો વિશે જાણ કરવામાં આવેલ છે કે કેમ તેમના આઈ.ડી પ્રુફ પોલીસ સ્ટેશનમાં રજુ કરેલ છે કે નહીં તપાસ નો વિષય છે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવશે જે સ્થળે સો મીલ ચાલેશે તે જગ્યા એન.એ.થયેલ છે કે નહીં તેમજ સો મીલમાં જે વીજ કનેક્શન લીધેલ છે તેના કરતાં વધુ હોસ પાવરનો વપરાશ કરીને વીજ ચોરી થતી હોવાની પણ શંકા સેવાઈ રહી છે. સો મીલમાં લીલાં લાકડાંનુ વેરાણ કરીને તેની સાઇઝ કાઢીને તેમજ બળતણની ગાડીઓ મોરબી, કંડલા,ગાંધીધામ સહિત રાજય બહાર મોકલવામાં આવે છે તે પણ તપાસનો વિષય છે આ બાબતે લાગતાં વળતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો આ સો મીલમાંથી મોટાં પાયે થતી ગેરરીતિઓનો પર્દાફાશ થશે..?


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.