ઈશ્વર-અલ્લાહ તેરો નામ…ભજન પર હોબાળો:ગાયિકાને માફી માગવી પડી, ‘જય શ્રીરામ’ ના નારા લગાવવા પડ્યા; પટનામાં ‘મૈં અટલ રહૂંગા’ કાર્યક્રમની ઘટના
બિહારના પટનામાં ગુરુવારે અટલજયંતીની ઉજવણીમાં મહાત્મા ગાંધીના ભજન રઘુપતિ રાઘવ રાજા રામ...ને લઈને હોબાળો થયો હતો. ભજન ગાયિકા દેવીને માફી માગવી પડી. જય શ્રીરામના નારા લગાવવા પડ્યા, ત્યાર બાદ જ મામલો શાંત થયો અને કાર્યક્રમ ફરી શરૂ થયો. બીજી તરફ, RJD નેતા લાલુ પ્રસાદ યાદવે આ ઘટના પર વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે નીતિશ કુમારના બીજેપી સાથીઓએ ગાંધીજીનું ભજન ગાયું તો તેમણે હંગામો મચાવ્યો. ઓછી સમજણ ધરાવતા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા અશ્વિની ચૌબેએ 25 ડિસેમ્બરે પટનાના બાપુ ઓડિટોરિયમમાં 'મૈં અટલ રહૂંગા' કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ગાયિકા દેવીએ 'ઈશ્વર-અલ્લાહ તેરો નામ' ગાયું કે તરત જ લોકો ગુસ્સે થઈ ગયા વિરોધ કરનારાઓએ તેમની નાની વિચારસરણી બતાવી
વિવાદ બાદ સિંગર દેવીએ ભાસ્કરને કહ્યું- આ વિવાદ અનપેક્ષિત હતો. આ ગાંધીજીનું પ્રિય ભજન છે. સન્માન પછી દરેકને ગીત ગાવાનું કહ્યું. વિવાદ બાદ સ્ટેજ પર હાજર લોકો પણ સમજી શક્યા નહોતા કે શું થઈ રહ્યું છે. બાદમાં ખબર પડી કે તેઓ અલ્લાહના નામ પર ગુસ્સે થઈ ગયા. જ્યારે શહનાબાઝ હુસૈન પણ મંચ પર હાજર હતા. આમાં વિવાદનો કોઈ અર્થ નહોતો. મને લાગ્યું કે મેં જે પણ કહ્યું એનાથી કોઈને ખરાબ તો નથી લાગ્યુંને. એટલા માટે મેં માફી પણ માગી. મને સમજાતું નહોતું કે આ ગીત પર કોઈ વિવાદ થઈ શકે છે. માફી માગવા માટે કોઈ દબાણ નહોતું. આયોજક ભાજપના નેતા અશ્વિની ચૌબે પણ નર્વસ હતા. વિરોધ કરનારાઓએ તેમની નાની વિચારસરણી બતાવી છે.- દેવી, લોકગાયિકા આ કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ વિજય કુમાર સિન્હા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે, ડૉ. સીપી ઠાકુર, શાહનવાઝ હુસૈન, દરભંગાના સાંસદ ગોપાલજી ઠાકુર, બીજેપી નેતા સંજય પાસવાન વગેરે હાજર રહ્યા હતા. રઘુપતિ રાઘવ રાજારામ... ભજનમાં ગાંધીજીએ કર્યા હતા ફેરફારો રઘુપતિ રાઘવ રાજા રામ. પતિત પાવન સીતારામ.
ઈશ્વર અલ્લાહ તેરો નામ. સબકો સંમતિ દે ભગવાન...આ મહાત્મા ગાંધીનું પ્રિય ભજન હતું. તેઓ અવારનવાર આ ગાતા હતા. કહેવાય છે કે આ ભજન બહુ જૂનું છે. ગાંધીજીએ એના મૂળ સ્વરૂપમાં ફેરફાર કર્યો હતો. એ 17મી સદીમાં કવિ અને સંત સ્વામી રામદાસ દ્વારા લખવામાં આવ્યું હતું. એક સિદ્ધાંત એવો પણ છે કે આ ભજન શ્રી લક્ષ્મણાચાર્ય દ્વારા લખવામાં આવ્યું હતું. એ તેમના 'શ્રી નમઃ રામાયણમ' નામના પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે, જે નીચે મુજબ છે. રઘુપતિ રાઘવ રાજા રામ. પતિત પાવન સીતારામ.
સુંદર વિગ્રબ મેઘાશ્યામ. ગંગા તુલસી શાલિગ્રામ.
ભદ્રગિરિશ્વર સીતારામ. ભગત-જનપ્રિય સીતારામ.
જાનકીરમણા સીતારામ. જય જય રાઘવ સીતારામ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.