મોડી રાત્રે શિયાળાની કડકડતી ઠંડીને પડકાર આપતા તુરખા આરોગ્ય કેન્દ્રના કર્મયોગીઓ - At This Time

મોડી રાત્રે શિયાળાની કડકડતી ઠંડીને પડકાર આપતા તુરખા આરોગ્ય કેન્દ્રના કર્મયોગીઓ


અતૂટ વિશ્વાસ, ટીમ વર્ક અને સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા કોઈપણ પડકારને કેવી રીતે પાર કરી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યુ છે બોટાદ જિલ્લામાં તુરખા આરોગ્ય કેન્દ્રના કર્મયોગીઓએ શિયાળાની ઠંડી રાતમાં જ્યારે લોકો આરામ કરવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે તુરખા આરોગ્ય કેન્દ્રના તબીબો ફરજને યથાતથ સાર્થક કરી રહ્યા હતા.
વાત એમ છે કે, બુધવારની રાત્રે 9.15 વાગ્યા આસપાસ તુરખા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો. આશિષ વેદાણીને તેમના સ્ટાફના નર્સ નઝમાબેન શેખનો ફોન કોલ આવ્યો, કે “તુરખા ગામના એક સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિ પીડા શરૂ થઈ છે. અને તેઓ તુરખા આરોગ્ય કેન્દ્રમાં જ તેમની પ્રસૂતિ કરાવવા માંગે છે.” તે સમયે નર્સ નઝમાબેન કેન્દ્રથી 15 કિલોમીટર દૂર હતા. નાગલપરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર વંદનાબેન માકડીયાના સહયોગથી તેઓ તુરંત કાર્યસ્થળ પર પહોંચવા નીકળી ગયા મોડી રાત અને કડકડતી ઠંડી છતાં આખી ટીમ તરત જ એક્શનમાં આવી ગઈ અને થોડી જ મિનિટોમાં, ટીમના સભ્યો આરોગ્ય કેન્દ્ર પર પહોંચ્યા. રાત્રે 10:40 સુધીમાં, ફોન કોલની માત્ર 85 મિનિટ પછી, સમર્પિત ટીમે સફળતાપૂર્વક મહિલાની નોર્મલ ડિલિવરી કરાવી અને સ્વસ્થ 3 કિલોગ્રામ ધરાવતા બાળકને વિશ્વમાં લાવ્યું. નવજાતનાં પ્રથમ રૂદનથી તુરખા આરોગ્ય કેન્દ્ર ગુંજવા લાગ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.