ચરસ સાથે બે શખ્સો ઝડપાયા
થર્ટી ફર્સ્ટ પહેલાં પેડલરો રાજકોટ શહેરમાં માદક પદાર્થ સપ્લાય કરી રાજકોટને ઉડતા પંજાબ બનાવે તે પહેલાં એસઓજીની ટીમે પેડલરો પર ઘોંસ બોલાવી હતી. ભાવનગર રોડ પર રીક્ષામાં બેસેલા મૂળ અરડોઈ ગામનો અક્ષય કારેથા અને ઉત્તરપ્રદેશનો શબ્બીર શેખ શહેરમાં ચરસ સપ્લાય કરે તે પહેલાં જ રૂ.5.94 લાખના 3.9 કિલો ચરસ મળી રૂ.6.59 લાખનો મુદામાલ સાથે દબોચી કાર્યવાહી કરી હતી.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઈમ ભરત બસીયાએ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા "SAY NO TO DRUGS મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની આપેલ સુચનાથી એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ ફિરોજ રાઠોડ, કોન્સ્ટેબલ હાર્દીકસિંહ પરમારને ભાવનગર રોડ ઉપર શાળા નં.13 ની બાજુમાં આવેલ શૌચાલય વાળી શેરીમાં એક રીક્ષામાં બે શખ્સો માદક પદાર્થ ચરસના જથ્થા સાથે બેઠાં હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે એસઓજી સ્ટાફે દરોડો પાડી રૂ.5.94 લાખના 3.965 કિ.ગ્રામ ચરસના જથ્થા સાથે શબ્બીર સલીમ શેખ (ઉવ.32),(રહે. લલુડી વોકડી ધોબી ચોકની બાજુની શેરી લોહાર વાડી પાસે રાજકોટ, મુળ રહે. લખનૌ, ઉત્તર પ્રદેશ) અને અક્ષય કિશોરભાઇ કથરેચા (ઉ.વ.27),(રહે- સહકાર મેઇન રોડ કલ્યાણ સોસાયટી શેરી નં.1, રાજકોટ, મુળ રહે. અરડોઇ , કોટડા સાંગાણી) ને પકડી પાડી ચરસ, રીક્ષા અને મોબાઈલ મળી રૂ.6.59 લાખનો મુદામાલ કબ્જે કરી ચરસ ક્યાંથી લાવ્યા અને ક્યાં સપ્લાય કરવાનું હતું તે અંગે પૂછતાછ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.