શિશુવિહાર બુધસભાની 2319 મી બેઠક કવિ શ્રી વિનોદ જોશીના અધ્યક્ષ સ્થાને મળી
શિશુવિહાર બુધસભાની 2319 મી બેઠક કવિ શ્રી વિનોદ જોશીના અધ્યક્ષ સ્થાને મળી
ભાવનગર શિશુવિહાર બુધસભાની 2319 મી બેઠક કવિ શ્રી વિનોદ જોશીના અધ્યક્ષ સ્થાને મળી. આ બેઠકમાં શિશુવિહાર સંસ્થાના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ દવે તથા મંત્રી ડો. નાનકભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં કાવ્યપાઠ નું સંચાલન શ્રી વર્ષાબેન જાનીએ કર્યું. ત્યારબાદ ડો. માનસીબેન ત્રિવેદીએ 2024 ના વર્ષમાં દરેક બુધવારે થયેલા વિવિધતા પૂર્ણ કાર્યક્રમની તથા બુધસભાના ઉપક્રમે થયેલા અન્ય કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપી. 2024 ના સંચાલકો સર્વશ્રી ડો. છાયાબેન પારેખ, શ્રી પરેશભાઈ ત્રિવેદી ,ડો. માનસીબેન ત્રિવેદી, શ્રી વર્ષાબેન જાની અને શ્રી હિમલભાઈ પંડ્યાનું શિશુવિહાર બુધસભા તરફથી અભિવાદન કરવામાં આવ્યું તથા 2025 ના શિશુવિહાર બુધસભાના નવા સંચાલકો ડો. માનસિબેન ત્રિવેદી, શ્રી પરેશભાઈ ત્રિવેદી, શ્રી દીપિકાબેન યાદવ, શ્રી ચેતનાબેન ગોહેલ તથા શ્રી જયેશભાઈ ભટ્ટ નું સ્વાગત કરવામાં આવ્યું. શિશુવિહાર નું પ્રતિષ્ઠિત સામાયિક શિશુવિહારનો વર્ષ દરમિયાનનો અહેવાલ શિશુવિહારના કાર્યકર્તા શ્રી અનિલભાઈ બોરીચાએ આપ્યો અને આ સમયે સંપાદક મંડળના શ્રી ઇન્દિરાબેન ભટ્ટ, શ્રી સૃષ્ટિબેન સોલંકી, શ્રી અનિલભાઈ બોરીચા, શ્રી હીનાબેન ભટ્ટ, શ્રી ભાવનાબેન પંડ્યા તથા શ્રી રાજુભાઈ મકવાણા નું પણ અભિવાદન કરવામાં આવ્યું. આજે બુધસભામાં સ્વર્ગસ્થ અમૃત ઘાયલની પુણ્યતિથિ નિમિત્તે તેમની અમુક રચનાઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ડો. નાનકભાઈ ભટ્ટ,ડો. વિનોદભાઈ જોશી અને શ્રી રાજેન્દ્રભાઈ દવે એ પ્રાસંગિક પ્રવચનો કર્યા અને વિવિધ સૂચનો તથા દીક્ષા નિર્દેશ પણ કર્યા. આમ, વિવિધ ઉપક્રમવાળી આજની બુધ સભા સુપેરે સંપન્ન થઈ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પરેશભાઈ ત્રિવેદી એ કર્યું.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.