સ્વામી માર્ગીયસમીજી ની નિશ્રા માં ખેડાની રંગભારતી સ્કૂલના સ્થાપકની પુણ્યતિથિ વાર્ષિક ઉત્સવ તરીકે ઉજવાયો
સ્વામી માર્ગીયસમીજી ની નિશ્રા માં
ખેડાની રંગભારતી સ્કૂલના સ્થાપકની પુણ્યતિથિ વાર્ષિક ઉત્સવ તરીકે ઉજવાયો
ખેડા તાલુકાની કેનાલપટ્ટી વિસ્તારમાં રંગભારતી વિદ્યાપીઠના નામે ઓળખાતી સુવિખ્યાત શૈક્ષણિક સંસ્થાના સ્થાપના સ્વ. બંસીભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ વાર્ષિક ઉત્સવમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર મજાની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં ડાન્સ, લોકગીત, બાળગીત, ગરબા અને આદિવાસી નૃત્ય વગેરે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે ક્રાંતિકારી સંત માર્ગીયસ્મિતજી, સમાજસેવક દિનેશભાઈ લાઠીયા, એપીએમસીના ચેરમેન ભગવાનસિંહ ચાવડા, દાતાઓ રાજેશભાઈ જાની, નુતનભાઇ રાવલ અને કનુભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય જયેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.