સંસદ ભવનની સામે વ્યક્તિએ પોતાને સળગાવી દીધી:ગંભીર હાલતમાં RML હોસ્પિટલમાં દાખલ, પોલીસને સ્થળ પરથી બળેલી બેગ અને પેટ્રોલ મળ્યું
દિલ્હીમાં નવા સંસદ ભવન પાસે રેલવે બિલ્ડિંગની સામે બુધવારે બપોરે એક વ્યક્તિએ પોતાની જાતને સળગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં યુવક ગંભીર રીતે દાઝી ગયો. દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના એક અધિકારીના જણાવ્યા અનુસાર, કોલ બપોરે 3.35 વાગ્યે આવ્યો હતો. યુવકે આગ લગાવી હોવાની ચર્ચા હતી. અમે સ્થળ પર વાહન મોકલ્યું હતું. અધિકારીએ કહ્યું કે સંસદની સુરક્ષા માટે તહેનાત કર્મચારીઓએ વ્યક્તિને રામ મનોહર લોહિયા (આરએમએલ) હોસ્પિટલમાં દાખલ કર્યો. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળ પરથી પેટ્રોલ, બળેલી બેગ અને શૂઝ મળી આવ્યા હતા. યુવકે જ્યાં આગ લગાવી તે જગ્યાએ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. હાલ યુવકની માહિતી બહાર આવી નથી. ઘટનાની 4 તસવીરો... સંસદ ભવનમાં ઘૂસણખોરીની ઘટના ડિસેમ્બર 2023માં બની હતી
13 ડિસેમ્બર 2023ના રોજ સંસદ ભવનમાં ઘૂસણખોરીની ઘટના બની હતી. આ કેસમાં મનોરંજન ડી, નીલમ આઝાદ, સાગર શર્મા, અમોલ શિંદે, લલિત ઝા અને મહેશ કુમાવતની ધરપકડ કરવામાં આવી હતી. નીલમ અને તેના 5 સહયોગીઓ હવે UAPA એટલે કે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.