કચ્છના અંજારમા પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતી ઉજવવામા આવી - At This Time

કચ્છના અંજારમા પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતી ઉજવવામા આવી


કચ્છના અંજારમા પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતી નિમિત્તે ઉજવાતા "સુશાસન દિવસ" નિમિત્તે ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ બી. છાંગાની વિશેષ ઉપસ્થિતિમાં પૂ. વાજપેયીજીને પુષ્પાંજલિ અર્પણ કરવા તેમની પ્રતિમા સવાસર તળાવ મધ્યે નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ ડી. કોડરાણીના અધ્યક્ષસ્થાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, શ્રી વાજપેયીજી ખરા અર્થમાં ભારત રત્ન હતા. તેઓ સમાજના દરેક વર્ગને સાથે લઈ અને રાષ્ટ્રનો વિકાસ સાધવા પ્રયત્નશીલ હતા. તેઓ સાદગીસભર વિરલ વ્યક્તિ હતા.
આજના આ કાર્યક્રમનું સંચાલન શાસકપક્ષના નેતાશ્રી નિલેશગિરિ એમ. ગોસ્વામી અને આભારવિધિ કારોબારી સમિતિના ચેરમેન શ્રી પાર્થભાઈ કે. સોરઠીયાએ કરી હતી.
આજના આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગા, નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણી, કચ્છ જિલ્લા ભાજપ મંત્રીશ્રી વસંતભાઈ કોડરાણી, શહેર ભાજપ પ્રમુખશ્રી ડેનીભાઈ શાહ, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુદ્ધિભટ્ટી, કારોબારી સમિતિ ચેરમેન પાર્થભાઈ સોરઠીયા, શાસક પક્ષના નેતા નિલેશગિરિ ગોસ્વામી, દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર,પૂર્વ પ્રમુખ શ્રી રાજેશભાઈ વી. ઠકકર, શ્રીમતી લીલાવંતીબેન પ્રજાપતિ, કાઉન્સિલર સર્વેશ્રી કેશવજીભાઈ સોરઠીયા, ડાયાલાલભાઈ મઢવી, અમરીશભાઈ કંદોઈ, બહાદુરસિંહ જાડેજા, સુરેશભાઈ ઓઝા, વિજયભાઈ પલણ, વિનોદભાઈ ચોટારા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ભુરાભાઈ છાંગા, અંજાર શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ સોરઠીયા ''ડાડા'', તાલુકા ભાજપ પ્રમુખ શ્રી બી.એન. આહીર, શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તેજસભાઈ મહેતા, ક્રીપાલસિંહ રાણા, કાનજીભાઈ જીવાભાઈ આહીર, મનજીભાઈ આહીર, અશ્વિનભાઈ પંડ્યા, પ્રકાશભાઈ કોડરાણી, દિનેશભાઈ સી. ઠક્કર, પ્રદીપપુરી ગોસ્વામી, પાર્થભાઈ રાજગોર, આશિષભાઈ ગૌસ્વામી, રમેશભાઈ ચાવડા, હિતેનભાઈ સોરઠીયા, શંભુભાઈ આહીર, અલ્પેશભાઈ દરજી, તુષારભાઈ જોબનપુત્રા, બળદેવભાઈ ગઢવી, પરમાભાઈ પટેલ, હાર્દિકભાઈ પ્રજાપતિ, હિતેનભાઈ સોરઠીયા, જયશ્રીબેન ઠક્કર, સોનલબેન મહેતા, પૂજાબેન બારમેડા, નઝમાબેન બાયડ, મંજુલાબેન ચૌહાણ, સંદીપાબેન સોની, તેજપાલભાઈ લોચાણી, પ્રકાશભાઈ રોંશિયા, સુરજમલ ભવરલાલ, વિનોદભાઈ સામડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી વાજપાઇજીની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા ઓફીસ સુપરિટેન્ડેન્ટ શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ ના માર્ગદર્શન હેઠળ નગર પાલિકાના કર્મચારીશ્રીઓ એ જહેમત ઉઠાવી હતી


7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.