અટલજીને જન્મદિન પર યાદ કરતાં જસદણ શહેર પ્રમુખ વિજય રાઠોડ
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
દેશના પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના આજે જન્મદિન અવસરે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ દેશના પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને ખાસ યાદ કરી શબ્દાંજલી અર્પણ કરી હતી. એમણે જણાવ્યું હતું કે અટલજીએ પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. તેઓ દેશ માટે જીવ્યાં હતાં તેઓ અંતિમ ઘડી સુધી દેશની ફિકર કરી સેવા કરતાં હતાં. એને આવનારી પેઢીઓ પણ ભૂલી નહિ શકે તેમની પક્ષ માટેની ખેવનાને કારણે ભારતીય જનતા પાર્ટીએ જબરું કાંઠું કાઢ્યું છે. એનો સીધો લાભ દેશના એક ઍક નાગરિકોને મળી રહ્યો છે. તેથી દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કારણે દુનિયાભરમાં કરોડો ભારતીય લોકો ગર્વથી માથું ઉંચું રાખી રહ્યાં છે. આ અવસરે વિજયભાઈ રાઠોડએ સાદર વંદન સાથે અટલજીને યાદ કર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.