જસદણ પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે આશીર્વાદ વિકાસ ટ્રસ્ટ સાયલા દ્વારા વિકલાંગ સાધન સહાય કેમ્પ યોજાયો 325 લાભાર્થીઓએ લાભ લીધો - At This Time

જસદણ પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે આશીર્વાદ વિકાસ ટ્રસ્ટ સાયલા દ્વારા વિકલાંગ સાધન સહાય કેમ્પ યોજાયો 325 લાભાર્થીઓએ લાભ લીધો


(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
જસદણના આટકોટ રોડ ઉપર આવેલ પાટીદાર શૈક્ષણિક ભવનના પટાંગણમાં શ્રી રાજ સોભાગ સત્સંગ મંડળ સાયલા સંચાલિત આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટના ઉપક્રમે વિકલાંગો માટે સાધન સહાય કેમ્પ યોજાયો. જેમાં જરૂરિયાતમંદ 325 લોકોએ લાભ લીધો હતો. તથા શ્રી રાજ સોભાગ સત્સંગ મંડળ સાયલા સંચાલિત આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલા દ્વારા રાજકોટ જીલ્લાના પાટીદાર ભવન જસદણ મુકામે દિવ્યાંગો માટે સાધન સહાય સેવા યજ્ઞ યોજાયો. જેમાં તુરખિયા પરિવાર, પારેખ પરિવાર, કામદાર પરિવાર અને રૂપેરા પરિવારના આર્થિક સહયોગથી પ. પૂ.ભાઈશ્રી, બ્રહ્મ નિષ્ઠ શ્રી વિક્રમભાઈ શાહ, અંધજન મંડળ અમદાવાદ ના એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર નંદિનીબેન રાવલ, પાટીદાર ભવન ના પ્રમુખ ભીખાભાઈ બાંભણિયા તથા દાતા પરિવારના શુભ હસ્તે 325 દિવ્યાંગ વ્યક્તિઓને જુદા જુદા સાધનો જેવા કે ટ્રાયસિકલ, વ્હીલચેર, કેલીપર્સ, ઘોડી, કૃત્રિમ પગ, વોકર, શૈક્ષણિક કીટ અને હિયરીંગ એઇડનું વિતરણ કરી દિવ્યાંગો નું જીવન સ્વાવલંબી અને ગતિશીલ બનાવવાના પ્રયત્નો કર્યા. આ કાર્યને પ્રજાજનો દ્વારા આવકાર આપવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.