સુરત રિજિયા જેમ્સ દ્વારા યોજાયેલ મહા રક્તદાન કેમ્પ માં ૨૩૩ બોટલ રક્ત એકત્રિત થયું - At This Time

સુરત રિજિયા જેમ્સ દ્વારા યોજાયેલ મહા રક્તદાન કેમ્પ માં ૨૩૩ બોટલ રક્ત એકત્રિત થયું


સુરત રિજિયા જેમ્સ દ્વારા યોજાયેલ મહા રક્તદાન કેમ્પ માં ૨૩૩ બોટલ રક્ત એકત્રિત થયું

સુરત દાનેશ્વરી કર્ણ ભુમી સુરત માં દર વર્ષે ની જેમ આ વર્ષે પણ જરૂરીયાતમંદ દર્દી ઓની જીંદગી બચાવવા સેવા માં આગળ આવતા રીજીયા જેમ્સ આયોજિત મહા રક્તદાન કેમ્પ યોજાયો
સુરત માં હાલ રકત ની પડતી અછત ને પહોંચી વળવા થેલેસેમીયા ગ્રસ્ત બાળકો કેન્સર ગ્રસ્ત દર્દી નારાયણો ને સહિત જરૂરિયાતમંદ દર્દી ઓને લોહી સમયસર રક્ત મળી રહે તેવા આશય થી રીજીયા જેમ્સ ના મેનેજીંગ ડિરેક્ટર નાગજીભાઈ રીજીયા ના સૌજન્ય થી મહા રકતદાન કેમ્પ નું આયોજન થી સુરત શહેર માં બ્લડ ની અવાર નવાર પડતી અછત ને પહોંચી વળવા સમયસર નો કેમ્પ બની રહેશે વિદાય લેતા ૨૦૨૪ ના વર્ષ અને આવનાર વર્ષ ૨૦૨૫ ના વર્ષ માં સૌની સુખાકારી માટે જરૂરીયાતમંદ ની જીંદગી મહેકાવવાનો રિજિયા પરિવાર દ્વારા ઉમદા પ્રયાસ કર્યો
ઉલ્લેખનીય બાબત એ છે કે રીજ્યા જેમ્સ ના આ સેવા કાર્ય ની સાથે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ અને રત્નકલાકારો નો બહુ મોટો સહકાર મળ્યો રીજ્યા પરિવારે રક્તદાન માં પધારેલ અગ્રણી રાજકીય મહાનુંભાવો અગ્રણી ઉધોગપતિ સમાજ શ્રેષ્ઠીઓ તેમજ શહેર ની વિવિધ સેવાકિય સંસ્થા ઓના પ્રમુખશ્રી ઓનું અને રત્નકલાકારો સહિત સેવા ભાવિ રક્તદાતા ઓનું ઉષ્મભેર બહુમાન કર્યુ હતું કિરણ હોસ્પીટલ અંતર્ગત કિરણ બ્લડ બેંક ના સહયોગ થી આ બ્લડ ડોનેશન કેમ્પ માં સેવા અપાય હતી સુરત શહેર ના રક્તદાતાઓ બહોળી સંખ્યામાં ઉમટી પડતાં અંદાજીત આશરે ૨૩૩ થી પણ વધુ રક્ત બોટલ એકત્ર થઇ હતી.જે અનેક દર્દી ઓને નવી જીંદગી મળશે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.