શિહોર તાલુકાના ભડલી ગામે સરકારી ખાતર ના નામે ખેડૂત સાથે કરાઈ ગેરરીતિ - At This Time

શિહોર તાલુકાના ભડલી ગામે સરકારી ખાતર ના નામે ખેડૂત સાથે કરાઈ ગેરરીતિ


સિહોરના ભડલી ગામે ખેડૂતને સરકારી ખાતરમાંથી પથ્થર નીકળતા રોષ ફેલાયો

ભારત ડી.એ.પી. ની ખાતરની થેલીઓમાંથી પથ્થર અને રેતી નીકળ્યા

એક તરફ ભાવ, હવામાન અને મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગયેલા ખેડૂતોને પડ્યા પર પાટુ લાગ્યું

ભડલીના ખેડૂત બળભદ્રસિંહએ ખરીદી કરેલી ખાતરની થેલીમાં રેતી અને પથ્થર નીકળતા ખેડૂત ચિંતામાં મુકાયા

જોકે ડી.એ.પી. ખાતર સિહોર સરકારી ડેપોમાંથી ખરીદી કરી હોવાના ખેડૂતએ આક્ષેપ કર્યા

ત્યારે હવે ખેડૂતની સાથે ખાતરના નામે થતી ગેરરીતિ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી જગતતાત દ્વારા માંગ કરાઈ
રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.