ભાવનગર ખાતે સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાત દ્વારા વિદ્યાર્થીઓનો છઠ્ઠો સન્માન સમારોહ યોજાયો : ૪૧૧ વિદ્યાર્થીઓને કરાયા સન્માનિત - At This Time

ભાવનગર ખાતે સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાત દ્વારા વિદ્યાર્થીઓનો છઠ્ઠો સન્માન સમારોહ યોજાયો : ૪૧૧ વિદ્યાર્થીઓને કરાયા સન્માનિત


ભાવનગર ખાતે સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાત દ્વારા વિદ્યાર્થીઓનો છઠ્ઠો સન્માન સમારોહ યોજાયો : ૪૧૧ વિદ્યાર્થીઓને કરાયા સન્માનિત

ભાવનગર ખાતે સિપાઈ સમાજના ૪૧૧ વિદ્યાર્થીઓને કરાયા સન્માનિત સાથે સાથે ૫૪ બોટલ બ્લડ પણ કર્યું એકત્રિત સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્વારા ભાવનગર ખાતે સિપાઈ સમાજના ૪૧૧ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા વર્ષ ૨૦૧૫ થી મુસ્લિમ સિપાઈ સમાજમાં શૈક્ષણિક ઉત્થાન માટે કામ કરતી એક માત્ર સંસ્થા એટલે સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાત દ્વારા ભાવનગર ખાતે છઠ્ઠો સન્માન સમારોહ યોજ્યો હતો જેમાં ગુજરાતના અલગ અલગ ગામોથી આવેલા ૪ દિવ્યાંગ ખેલાડીઓ, ૨ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જિલ્લા લેવલે વિજેતા થયેલ યુવાઓ, ૫ અલગ અલગ રમતોમાં જિલ્લા લેવલે સન્માનિત થયેલ ખેલાડી‌ઓ, ૩ દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમજ ધોરણ ૮ થી ઉચ્ચ અભ્યાસ કરતા ૩૯૪ વિદ્યાર્થીઓ અને ગુજરાત તથા ભારત સરકારના અલગ અલગ ખાતાઓમાં સરકારી નોકરી મેળવેલ ૩ યુવાઓને સન્માનિત કરાયા હતા.
આ સન્માન સમારોહ પ્રસંગે કાર્યક્રમ પહેલા સવારે સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાત અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સંચાલિત રેડ ક્રોસ બ્લડ બેંક ભાવનગરના સંયુક્ત ઉપક્રમે એક રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિપાઈ સમાજ ટ્રસ્ટના કારોબારી સભ્યો તથા સન્માન સમારોહમાં આવેલ મહેમાનોએ હોંશે હોંશે ૫૪ બોટલ બ્લડ ડોનેટ કર્યું હતું જે બ્લડ ભાવનગર ખાતેની બેંકને અર્પિત કરાયું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પની જવાબદારી સિપાઈ સમાજ ટ્રસ્ટના સુરેન્દ્રનગરના કાર્યકર રાજેનભાઈ નાયક તથા સાથી મિત્રોએ ઉપાડી હતી.
સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાત દ્વારા ભાવનગર ખાતે આયોજીત સન્માન સમારોહમાં આ વર્ષે પહેલી વાર રાહતદરે ફૂલ સ્કેપ ચોપડા અને બોલપેનનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું જેનો ભરપૂર લાભ સન્માન સમારોહમાં આવેલ વિધાર્થીઓએ લીધો હતો. જેનું સંચાલન સિપાઈ સમાજ ટ્રસ્ટના જસદણના શિક્ષણ વિભાગના કાર્યકર રફીકભાઈ ચૌહાણ, સુરેન્દ્રનગરના ઇલ્યાભાઈ બેલીમ અને પાલીતાણાના અનીસભાઈ કાજી ઉર્ફે રાજુભાઈ એ કર્યું હતું.
ભાવનગર ખાતે યોજાયેલ આ સન્માન સમારોહમાં ગુજરાત ભરમાંથી ૧૦૦૦ થી વધુ લોકો જોડાયા હતા જેમાં દૂર દૂર થી આવતા લોકો માટે રાત્રે પણ સુવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સિપાઈ સમાજ ટ્રસ્ટના પ્રમુખ ડો. અવેશ ચૌહાણ (પોરબંદર), અઝીજભાઈ ચૌહાણ(મોડાસા), આસિફભાઈ સિપાઈ(રાજકોટ), મોહસીનખાન પઠાણ(ચોટીલા), યુસુફખાન પઠાણ, જાવેદભાઈ બેલીમ, રૂસ્લેવખાન પઠાણ, ઈર્શાદભાઈ શેખ, મુસ્તુફાભાઈ દસાડીયા, શાહરૂખખાન પઠાણ(ભાવનગર) નજીરભાઈ મલેક સહિતના ગુજરાત ભરના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.