“ઊના, ગિરગઢડા તાલુકા અને શહેરના નવનિયુક્ત મંડળ પ્રમુખો ની નિમણુંક ને આવકારી અભિનંદન પાઠવતા ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ.”(જીતેન્દ્ર ઠાકર ઊના)
ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ 2024અંતર્ગત પ્રદેશ દ્વારા ઉના શહેર તાલુકા તથા ગીરગઢડા તાલુકા મંડળમાં નવનિયુક્ત પ્રમુખશ્રીઓની નિમણુક કરવામાં આવી. તે અંતર્ગત આજરોજ ઉના તા.મંડળ પ્રમુખ હિરેન બામભણીયા,શહેર મં. પ્રમુખ મનીષ કારિયા,તેમજ ગિરગઢડા તા.મંડળ પ્રમુખ ધર્મેશ રાખોલીયા ની નિમણુંકો ને આવકારી ઉનાના કાર્યશીલ ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ ના કાર્યાલય ખાતે ત્રણેય મંડળના નવનિયુક્ત પ્રમુખોને ફુલહાર પહેરાવી મો મીઠા કરાવીને અભિનંદન પાઠવ્યા હતા.આ કાર્યક્રમમાં ઉનાના લોકપ્રિય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખશ્રી ચંદુભાઈ કોટેચા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી રાજુભાઈ ડાભી, પ્રકાશભાઈ ટાંક, જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી વિશાલભાઈ વોરા, જીલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી ડાયાભાઈ જાલોન્ધરા, જીલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેનશ્રી લખમણભાઈ બાંભણીયા, શહેર ભાજપ પ્રમુખશ્રી મિતેશભાઈ શાહ, તાલુકા ભાજપ પ્રમુખશ્રી બાબુભાઈ ચૌહાણ, ગીરગઢડા તાલુકા ભાજપ પ્રમુખશ્રી કાળુભાઈ રૂપાલા, નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખશ્રી મનીષભાઈ કારીયા, તાલુકા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઈ બાંભણીયા, ગીરગઢડા તાલુકા ભાજપ પ્રમુખશ્રી ધર્મેશભાઈ રાખોલીયા, નગરપાલિકાના પ્રમુખશ્રી પરેશભાઈ બાંભણીયા, ઉના તાલુકા પંચાયતના પ્રમુખશ્રી એભાભાઈ મકવાણા, ગીરગઢડા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પ્રવીણભાઈ સાંખટ, જીલ્લા પંચાયત ના સદસ્યશ્રીઓ, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, સંગઠન ના હોદેદારો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.