રાજકોટ શહેર મારામારીના ગુન્હામા નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ શહેર તા.૨૪/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય જે સુચના અન્વયે P.I એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ DCB વી.ડી.ડોડીયાની ટીમના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન દિપકભાઇ ચૌહાણ, અમીતભાઈ અગ્રાવત, અશોકભાઈ ડાંગર ને મળેલ ચોક્કસ હકીકત આધારે રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશન IPC કલમ-૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫(૧) મુજબના કામે નાસતા-ફરતા નીચે જણાવેલ નામ વાળા આરોપીને પોપટપરા સેન્ટ્રલ જેલ સામે રોડ પરથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. માજીદ ઉર્ફે મજલો રફીકભાઈ ભાણુ ઉ.૨૪ રહે-હુડકો ક્વાર્ટર લાખાબાપાની વાડી જામનગર રોડ રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.