રાજકોટ મહાનગરપાલિકા વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા (C-Tech) ના સહયોગથી ટ્રેનિંગ યોજાઈ.
રાજકોટ શહેર તા.૨૪/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા SFC Environmental Technologies Ltd. (C-Tech) નાં સહયોગથી વોટર મેનેજમેન્ટ યુનિટ-ડ્રેનેજ-વેસ્ટ ઝોન ઓપરેશન અને મેન્ટેનન્સ વિભાગનાં નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અધ્યતન પ્રોસેસ SBR સિકવન્સીયલ બેચ રિએક્ટરની વિશેષ સમજણ હેતુથી તા.૨૦/૧૨/૨૦૨૪ ને શુક્રવારના રોજ પ્રમુખસ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ ખાતે ટ્રેનિંગનું આયોજન કરેલ હતું. જેમાં SFCના જનરલ મેનેજર અજય ગજ્જર તથા પ્રવીણ ચરણ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન કરવામાં આવેલ. વોટર મેનેજમેન્ટ યુનિટ ડ્રેનેજ અને વોટર વર્કસ વિભાગનાં મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ સ્ટાફના નાયબ કાર્યપાલક ઇજનેર, આસિસ્ટન્ટ ઈજનેર, વર્ક આસિસ્ટન્ટ, કેમિસ્ટ, ક્લોરીન એટેન્ડન્ટ, તેમજ રાજકોટ મહાનગરપાલિકાના સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં ઇન્ચાર્જ તથા કેમિસ્ટ સુધીનો સ્ટાફ હાજર રહેલ. આ ટ્રેનિંગમાં હયાત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સની અત્યંત આધુનીક SBR(C-Tech) પ્રોસેસ ટેકનોલોજીની મશીનરીને લગતી તમામ ઓપરેશન અને મેઈન્ટેનન્સની માહિતીથી અવગત કરવામાં આવેલ હતા. આ ઉપરાંત પ્રોસેસમાં વપરાતા અન્ય આધુનિક ટર્બો બ્લોઅર (Turbo Max), ફાયબર ફિલ્ટર ડિસ્ક(Fiber Filter disc) અને સ્લજ ટ્રીટમેન્ટ માટે સોલાર સ્લજ ટેકનોલોજીનાં ઓપરેશન અને ફાયદા વિશે પણ માહીતગાર કરવામાં આવેલ. આ ઉપરાંત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આવતા ઈનપુટ પેરામીટર જેવા કે (BOD, COD, TSS, TP, TN) તથા આધુનીક SBR(C-Tech) પ્રોસેસ ટેકનોલોજી દ્વારા મળતા આઉટપુટ પેરામીટર બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ. આ સાથે પ્લાન્ટમાં ઉદભવતા રૂટિન પ્રશ્નો અને તેના કાયમી નિરાકરણ અને પ્રોસેસ વિશે ચર્ચા કરીને માહિતગાર કરવામાં આવેલ હતા. આ ટ્રેનીંગમાં એડી.સીટી.એન્જી. કે.પી.દેથારીયા દ્વારા વિશેષ માર્ગદર્શન કરવામાં આવેલ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.