મુળી મામલતદાર દ્રારા કલેકટર ના હુકમ નો પણ કર્યો અનાદર
*લ્યો કરો વાત! મુળી મામલતદાર કલેકટર શ્રી નો હુકમ પણ ઘોળી ને પી ગયા દબાણ દુર પણ ન કર્યા અને લેન્ડગ્રેબીંગ પણ નહીં*
મુળી તાલુકાનાં ગામોમાં ગેરકાયદેસર દબાણ નો ખડકલો થયો છે ખાનગી માલિકી ને જમીન હોય કે સરકારી જમીન પરંતુ ભુમાફિયાઓ દબાવી બેઠા છે તેની સામે તંત્ર પણ વામણું સાબિત થયું છે તેવો કિસ્સો જોવા મળે છે સરલા ના મહેન્દ્રભાઈ પટેલ દ્વારા કલેકટર ને અરજી સાથે ફરિયાદી બની સરલા ની સર્વે નંબર ૧૦૪ વાળી જમીન માં ભુમાફિયાઓ દ્વારા દબાણ કરી પાકું ચણતર ખડકી દેવાતા કલેક્ટર ને રજુઆત કરવામાં આવી હતી તેમાં કલેકટર દ્વારા તા.૧૧-૧૦-૨૪ ના હુકમથી આ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે મામલતદાર મુળી ને સુચનાઓ સાથે હુકમ કરવામાં આવેલ પરંતુ આજદિન સુધી મુળી મામલતદાર દ્વારા નથી દબાણ દૂર કરવામાં આવેલ કે નથી લેન્ડગ્રેબીંગ ગુનો દાખલ કરવામાં આવેલ નથી ત્યારે સવાલ એ થાય કે મામલતદાર ને શરમ કોની આવે છે? મુળી મામલતદાર ને આ બાબતે રજુઆત કરતા અરજદાર સાથે ઉદ્ધતાઈ પુર્વક વર્તન કરવામાં આવેલ ત્યારે કલેક્ટર નો હુકમ પણ માન્ય ન રાખતા મામલતદાર ફકત ખનીજ ના હપ્તા માં જ રસ હોય તે રીતે કામગીરી કરી રહ્યા છે કલેક્ટર દ્વારા સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલ છે કે પોલીસ એફ.આઈ.આર નોંધાવી ને જાણ કરવી પરંતુ ત્રણ મહિના જેટલો સમય થવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કે દબાણ વાળી જમીન નો કબજો પણ સંભાળેલ નથી અને કલેકટર ના હુકમ નો પણ અનાદર મુળી મામલતદાર દ્વારા છડેચોક કરવામાં આવેલ છે તેમ મહેન્દ્રભાઈ પટેલ સરલા એ જણાવ્યું હતું
9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.