જસદણ તાલુકાના દહીસરા મુકામે જસદણ તાલુકા કક્ષાનો ખેડૂત સંમેલન 2024 કાર્યક્રમ યોજાયો - At This Time

જસદણ તાલુકાના દહીસરા મુકામે જસદણ તાલુકા કક્ષાનો ખેડૂત સંમેલન 2024 કાર્યક્રમ યોજાયો


(રિપોર્ટ વિજય ચૌહાણ)
આજ રોજ 23 ડિસેમ્બર ના દિવસે દહીસરા મુકામે જસદણ તાલુકા કક્ષાનો ખેડૂત સંમેલન 2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે આયોજનના ભાગરૂપે આજુબાજુના તમામ ગામના પ્રગતિશીલ ખેડૂતો, ગ્રામસેવકો, ફોરેસ્ટ વિભાગ, પર્યાવરણ વિભાગ, મનરેગા વિભાગ, દહીસરા ગ્રામ પંચાયત, સાવારાજ સંસ્થા, અને રિલાયન્સ ફાઉન્ડેશન સખી મંડળની બહેનો, આગાખાન સંસ્થાના ખેડૂતો, તમામ વિભાગ સાથે જોડાયેલા પદાધિકારીઓ, કોંગ્રેસમાંથી પધારેલ જિલ્લા પંચાયતના સદસ્ય, મનસુખભાઈ સાકરીયા, ભોળાભાઈ ગોહિલ, અવસર ભાઈ નાકિયા, તેમજ તેમની ટીમ મેહમાન તરીકે ઉપસ્થિત રહી હતી. વાત કરીએ તો દહિસરા ગામે મહાકાળી માતાજીના મંદિરે આશરે બે એકર જમીનમાં બે હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું હતું. જે પર્યાવરણ બાબતે દહીસર ગ્રામ પંચાયતની સારી એવી બાબત કહેવાય. આ પ્લાન્ટેશનની વિવિધ ગામના ખેડૂતો, અધિકારીઓ અને મહેમાનોએ મુલાકાત લીધી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.