ફરિયાદ: મહુવામાં માવો થૂંકવા બાબતે ઝઘડો થતા સામસામે બોલાચાલી થતા ચારેય શખ્સોએ ઉશ્કેરાઈ જઈ મુંઢ માર મારી ગાળો આપી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મહુવા પોલીસ મથકમાં બંને પક્ષે સામસામે નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
( રિપોર્ટ બગદાણા ભુપત ડોડીયા)
ફરિયાદ: મહુવામાં માવો થૂંકવા બાબતે ઝઘડો થતા સામસામે બોલાચાલી થતા ચારેય શખ્સોએ ઉશ્કેરાઈ જઈ મુંઢ માર મારી ગાળો આપી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મહુવા પોલીસ મથકમાં બંને પક્ષે સામસામે નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
મહુવામાં માવો ખાઇને થૂંકવા જેવી બાબતે ઝઘડો કરી મુંઢ માર માર માર્યાની ફરિયાદ નોંધાઇ છે.
મહુવા ખાતે રહેતા વિવેકભાઈ મનજીભાઈ ભાલીયા ને મહુવામાં જ રહેતા ધર્મેશ વિજયભાઈ બારીયા, સંતોષ ધીરુભાઈ બારીયા, સુરેશ ધીરુભાઈ બારીયા અને વિજય હરિભાઈ બારીયા સાથે માવો ખાઈને થૂંકવા બાબતે બોલાચાલી થતાં આ ચારે શખ્સોએ ઉશ્કેરાઇ જઇ વિવેકભાઈ તથા તેના મોટા બાપુ ના દીકરા હિતેશ ને માર મારી ઈજા પહોંચાડ્યાની ફરિયાદ તથા સામાપક્ષે સંતોષભાઈ ધીરુભાઈ બારીયા એ વિવેક મનજીભાઈ ભાલીયા, હિતેશ કેશુભાઈ ભાલીયા, મનજીભાઈ સાદુળભાઈ ભાલીયા અને કેશાભાઈ સાદુભાઈ ભાલીયા સામે સંતોષભાઈ તથા તેના ભત્રીજા ના પગ પર થૂંકવા બાબતે બોલાચાલી થતા આ ચારેય શખ્સોએ ઉશ્કેરાઈ જઈ મુંઢ માર મારી ગાળો આપી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મહુવા પોલીસ મથકમાં બંને પક્ષે સામસામે નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.