માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ સંચાલિત સૂર,શબ્દ અને સાહિત્યની અમૃતધારા દ્વારા "પુસ્તકોનાં પોંખણાં સંગ કવિ સંમેલન" યોજાશે - At This Time

માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ સંચાલિત સૂર,શબ્દ અને સાહિત્યની અમૃતધારા દ્વારા “પુસ્તકોનાં પોંખણાં સંગ કવિ સંમેલન” યોજાશે


(કનુભાઈ ખાચર દ્વારા )
સાક્ષરભૂમિ બોટાદના આંગણે માતૃભાષાનાં સંવર્ધન હેતુ કાર્યરત માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ દ્વારા સંચાલિત 'સૂર,શબ્દ અને સાહિત્યની અમૃતધારા" અંતર્ગત સ્વનામ ધન્ય કવિ શ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ બોટાદના આંગણે તારીખ: ૨૫/૧૨/૨૦૨૪ સાંજે ૦૪/૦૦ કલાકે મૂળ બોટાદના અને હાલ ગોંડલ સ્થિત લેખક શ્રી તુષાર વ્યાસના નૂતન પ્રકાશિત બે પુસ્તકોનાં તેમના ગુરુ નિવૃત વિદ્વાન સારસ્વત પી.આર. ભટ્ટના આશીર્વચનથી "પુસ્તકોનાં પોંખણાં" કરવામાં આવશે. કૉલેજના આચાર્ય ડૉ.અનિરુદ્ધસિંહ મકવાણા અને બોટાદ ગુરુકુળના પૂ.માધવસ્વરુપદાસજી સ્વામી પ્રેરક ઉદ્બોધન કરશે. આ તકે બોટાદના જાણીતા શિક્ષણવિદ્દ કવિ,લેખક,અને બાળસાહિત્યકાર રત્નાકર નાંગરસાહેબ અને જાણીતા શિક્ષક, લેખકઅને ઉદ્ઘોષક શ્રી નરેન્દ્રભાઈ જોષી તેમના પુસ્તકો વિશે વક્તવ્ય આપશે. બેઠકનું સંચાલન હાસ્યમર્મજ્ઞ શિક્ષક લાલજીભાઈ પારેખ કરશે. ત્યારબાદ કાવ્યગોષ્ઠિમાં ગુજરાતી ભાષાનાં ખ્યાતનામ કવિઓ વિશાલ જોષી, હરજીવનભાઈ દાફડા, સ્નેહી પરમાર, અગન રાજ્યગુરુ, યોગેશ પંડ્યા, આનંદ ગઢવી પોતાની રચનાઓ રજૂ કરશે.કવિ સંમેલનનું સંચાલન ગૌરાંગભાઈ લવિંગીયા કરશે. માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદનાં સંવાહકો પ્રા.વૈશાલીબહેન દવે અને ભાવેશભાઈ પરમાર દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે સાહિત્યપ્રેમીઓને રજિસ્ટ્રેશન કરાવી પાસ મેળવી લેવા અનુરોધ કરવામાં આવે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.