બરડા પંથકમાં ખંભોદર- કિંદરખેડા ગામની સીમમાં દીપડા સાથે નાના બચ્ચાના આંટા-ફેરા થી ગ્રામજનો માં ભયનો માહોલ - At This Time

બરડા પંથકમાં ખંભોદર- કિંદરખેડા ગામની સીમમાં દીપડા સાથે નાના બચ્ચાના આંટા-ફેરા થી ગ્રામજનો માં ભયનો માહોલ


દીપડો અને નાના બચ્ચા કોઈ જાન માલ ને નુકશાન કરે તે પહેલા ફોરેસ્ટ વિભાગ પાંજરે પુરી તેવી ગ્રામજનોની માંગણી

ગોસા(ઘેડ)તા.૨૩/૧૨/૨૦૨૪
પોરબંદર તાલુકાના બરડા વિસ્તારના ખાંભોદર ગામે બે ત્રણ દિવસથી ગઈ અચાનક દિપડા સાથે બે થી ત્રણ નાના બચ્ચા સાથે ગામની કરાર સીમ વિસ્તરમાં આવી દેખા દેતાં ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
બરડા ડુંગરમાં વસવાટ કરતા દિપડા અવાર-નવાર ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી જાય છે અને પશુઓનાં મારણ કરે છે. ત્યારે પોરબંદરનાં બરડા વિસ્તારના ખાંભોદર ગામે અને ત્રણેક દિવસથી દીપડો અને સાથે નાના નાના બે થી ત્રણ બચ્ચાઓ સાથે સીમ વિસ્તારમાં આંટા ફેરા વધી જતા ગ્રામજનો અને ખેડૂતો માં ભારે ભયોનો માહોલ છવાઈ ગયો છે.
સીમ વિસ્તારમાં કોઈ ખેડૂતના માલ ઢોર નું કે માણસને હેરાન કરે યા મરણ કરે તે પહેલા વન વિભાગના સતાવાળાઓ સત્વરે પગલાં ભરી પિંજરાં ગોઠવી પકડી પાડવાની કવાયત હાથ ધરે તેવી ખાંભોદર સહીત બરડા પંથકના ગ્રામજનોની બુલંદ માંગ ઉઠી છે.
આજે તા. ૨૩/૧૨/૨૦૨૪ ના રોજ સાંજના ૮ વાગ્યાના અરસામાં ખાંભોદર અને કિંદર ખેડા ગામની સીમ ઢવા વિસ્તરામાં વાછરડાં, માલ ઢોર ભાંભરડા કરતાં હતાં તે બાજુ ગ્રામજનો અને ખડુતો ઍ હાથ બતી થી લાઈટ કરતા પુખ્ત વયનો મોટો દીપડો અને નાના નાના બે બચ્ચા નજરે પડતાં હકોટા પડકારા કરી અને લાઈટો મારતાં દીપડો અને બચ્ચા રાત્રીના નાચી ગ્યા હતા. આમ આજે ૮ વાગ્યે રાત્રીના ખાંભોદર અને કિંદરખેડા ગામ વચ્ચે ગ્રામજનોની જાગ્રુતતાને કારણે પશુઓ કે માલ ઢોરનું દીપડાના મારણમાંથી આબાદ બચી જવા પામેલ. ખાંભોદર ગામમાં પ્રવેશેલ દીપડા અંગેની જાણ ગામના જાગ્રુત સરપંચ ઓઘડભાઈ ગોઢાણીયા ને થતાં તુરંત જ તેઓએ ગ્રામજનો ને જાણ કરી વાડા-સીમ વિસ્તારમાં લોકોને તેમજ તેમના પશુઓને/બાળકો દીપડો નુકશન ન કરે તે માટે સાવચેત રહેવા અને તકેદારી રાખવા અપીલ કરી છે.
ત્યારે ખાંભોદર ગામે બે થી ત્રણ દિવસ થયા ગામની સીમમાં રાની પશુ દીપડાના અગમન થતાં ખાંભ દરવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હવે તો ગ્રામ્ય પંથકમાં પણ દિપડાની રંજાળ સામાન્ય બની ગઇ એવુ લાગે છે. દીપડો ગ્રામ્ય વિસ્તારોમાં અવાર-નવાર પહોંચી જાય છે અને પશુઓનાં મારણ કરે છે. ત્યારે ખાંભોદર ગામે એક દિપડા એ અને સાથે બે થી ત્રણ નાના બાળ દીપડાઍ મુકામ કર્યું છે બરડા ડુંગરમાંથી છેક ગ્રામ્ય પંથકમાં અને ગામની સીમમાં પહોંચી ગયો છે. આજે રાત્રીના સમયે ખાભોદર ગામની કરાર સીમમાં દીપડો ભાગીને કિંદરખેડા અને ખાભોદર વચ્ચેની સીમ ઢવા વિસ્તરમાં મુકામ કરતા જ આ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.પશુઓનાં મારણ કરે તે પૂર્વે આ દિપડાને વન વિભાગ પાંજરે પુરે તેવી માંગખાંભોદર અને કિંદરખેડા અને બરડા વાસીઓ સ્થાનિક ગ્રામજનો, ખેડૂતોએ કરી છે.

અહેવાલ :- વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.