જન કલ્યાણનું કર્તવ્ય એવી પોરબંદરમાં કેશવ ક્રેડિટકો -ઓપરેટીવ સોસાયટીના સભાસદોનો મિલનોઉત્સવ યોજાયો - At This Time

જન કલ્યાણનું કર્તવ્ય એવી પોરબંદરમાં કેશવ ક્રેડિટકો -ઓપરેટીવ સોસાયટીના સભાસદોનો મિલનોઉત્સવ યોજાયો


કેશવ ક્રેડિટ સોસાયટીએ લોકો ને આત્મ નિર્ભર બનાવવામાં અગ્રેસર છે :શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા

ગોસા(ઘેડ) તા.૨૩/૧૨/૨૦૨૪ પોરબંદર -કેશવ ક્રેડિટ કો -ઓપરેટીવ સોસાયટી ના સભા સદોનો અભ્યાસ વર્ગ અને સહકાર સપ્તાહ ની ઉજવણી અંતર્ગત તાજેતરમાં પોરબંદર ખાતે સભાસદો નો મિલન ઉત્સવ અનેરા ઉત્સાહ સાથે યોજાયો હતો
કેશવ કો -ઓપરેટીવ સોસાયટી ની સ્થાપના ૧૯૯૭ મા આર.. એસ. એસ. ના કાર્યકર્તા ઓ દ્વારા થઇ હતી.આ સોસાયટી નો મુદ્રા લેખ છે “ લોક હિતકામ કરણી યમ “ એટલેકે”( જન કલ્યાણ એજ મારું કર્તવ્ય છે.”- આ સોસાયટી સમાજના આર્થિક રીતે નબળા લોકોને આર્થિક સહયોગ આપી આત્મ નિર્ભર કરવા અને રાષ્ટ્ર ની આર્થિક ઉન્નતિ કરવાનો છે રાષ્ટ્ર નો સર્વાંગી કાર્ય કરી રહી છે છેલ્લા ૧૭ વર્ષથી લોક હિત ના ધ્યેય મંત્ર સાથે જૂનાગઢ જિલ્લા સહીત સોસાયટીમા અગ્ર સ્થાન ધરાવતી સોસાયટી પોરબંદર કેશવ ક્રેડિટ શાખા દ્વારા પોરબંદર પાંજરાપોળ સ્થિત આવેલ દીપેશ હોલમાં બીજા માળે કોન્ફરશ હોલ ખાતે સંભાસદોનો મિલનોત્સવ નું આયોજન કરવામાં આવેલ હતું
પ્રારંભમાં કેશવ ક્રેડિટ સોસાયટી ના સહ સંયોજકઃ શ્રી રાજેન્દ્ર ભાઈ લાખાણી એ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લા સહીત સમગ્ર સૌરાષ્ટ્ર માં ૨૩ જેટલી શાખા ધરાવતી આ સોસાયટી ગૂજરાત માં પ્રથમ આઈ. એસ. ઓ સર્ટિફિકેટ ધરાવે છે કેશવ ક્રેડિટ સોસાયટી ૨૫૦ કરોડ જેટલી ડિપોઝીટ ધરાવે છે તેના નફાનો ઉપયોગ છેવાડાના લોકોના ઉત્કર્ષમાં વપરાય છે. આથી વર્ષોથી કાર્યરત સંસ્થા પ્રત્યે લોકોનો અતૂટ વિશ્વાશ રહ્યો છે. આગામી વર્ષે થી એ. ટી. એમ, ક્રેડિટકાર્ડ, નેટ બેકિંગ તથા મોબાઇલ બેકિંગ ની સુવિધા પુરી પાડવામાં આવશે. શૂન્ય એન. પી. એ ધરાવનાર સભાસદોને વાજબી વ્યાજના દરે રૂપિયા દસ હજાર થી લઈને પચાસ લાખ સુધીની ચોવીસ કલાકમાં ત્વરિત ધિરાણ આપે છે તેમ જણાવી મહાનુભાવો નું શબ્દ કુમકુમ વડે મીઠો આવકાર આપ્યો હતો
કેશવ કો – ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના શાખા સંયોજકઃ શ્રી વિપિનભાઈ કક્ક્ડ નાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ સભાસદો ના મિલન સમારોહ મુખ્ય મહેમાન તરીકે માં પોરબંદરનાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, નગર પાલિકા નાં પ્રમુખ ડો, ચેતના બેન તિવારી, તેમજ અતિથિ વિશેષ પદે ગુજરાત યોગ બોર્ડ પોરબંદર ડિસ્ટ્રીક્ટકોરડીનેટર કેતન ભાઈ કોટીયા,શ્રેષ્ઠિ ભીખુ ભાઈ સમાણી ( પાલા વાળા ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમાજ શ્રેષ્ઠિ મુખ્ય વક્તા પી. એ ગજેરા, શ્રેષ્ઠિ સુમન સિંહ,ગોહિલ જાણીતા કેળવણીકાર ડો ઈશ્વરભાઈ ભરડા, ડિસ્ટ્રીક ચેબર નાં પ્રમુખ જતીન ભાઈ હાથી,શ્રેસ્ટી જીતુભાઇ રાણીંગા, મુકેશ ભાઈ કોટેચા, વગેરે મહાનુભાવો ના હસ્તે ધ્યેય ગીત સાથે ભારત માતા તથા હેડગેવાર સાહેબની છબી સન્મુખ મંગલ દીપ પ્રગટાવી ને મિલન સમારોહ ને ખુલો મુક્યો હતો સ્વાગત પ્રવચન સંસ્થા નાં સંયોજકઃ શ્રી રાજેન્દ્ર ભાઈ લાખાણી દ્વારા કરવામાં આવેલ. ત્યાર બાદ પુસ્તક, અને ખાદી નાં રૂમાલ દ્વારા મહાનુભાવોને સત્કાર વામાં આવેલ.મુખ્ય મસહેમાન પદે ઉપસ્થિત રહેલા પોરબંદર નાં ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ ભાઈ મોઢવાડીયા એ સોસાયટી ની પ્રવુતિ અને કામગીરી ને બિરદાવતા જણાવ્યું હતું કે, કેશવ ક્રેડિટ સોસાયટી નબળા લોકો ને આત્મ નિર્ભર બનાવવા સેવા નું કામ કરી રહી છે જરૂરત મદો ને મદદ એજ સૌથી મોટો ધર્મ છે . કેશવ ક્રેડિટ નાના લોકોને આત્મ નિર્ભર બનાવવા અગ્રતા આપે છે તે વિશેષતા છે
. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદેઉપસ્થિત રહેલા પોરબંદર નાં પ્રથમ નાગરિક નગર પાલિકા નાં પ્રમુખ ડો ચેતના બેન તિવારી એ જણાવ્યું હતુંકે નાનાં માણસ ને સહાય આપતી સોસાયટી ની પ્રવુતિ ને બિરદાવી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો,
L પોરબંદર જિલ્લા યોગ કોરડીનેટર શ્રી કેતન ભાઈ કોટીયા એ ભૌતિક સંપદા ની સાથે શારીરિક સુખાકારી અને ફિટ નેશ ઉપર ભાર મૂકી વધુમાં વધુ લોકો યોગ તરફ વળે તેવો અનુરોધ કર્યો હતો,
શાખા નાં સંયોજક અને કાર્ય ક્રમ નાં અધ્યક્ષ શ્રી વિપિન ભાઈ કક્ક્ડ એ વિસ્તૃત છાનાવટ સાથે સોસાયટી ની કાર્ય પદ્ધતિ વિશે સૌને વાકેફ કરાયા હતા
આ પ્રસંગે મુખ્ય વક્તા શ્રી પી. એ. ગજેરા એ સોસાયટી નો વ્યાપ હેતુ અને યોજનાઓ વિશે છણા વટ કરતા જણાવ્યું હતું કે, કેશવ ક્રેડિટ સોસાયટી આર, એસ, એસ ની વિચાર ધારા ને વરેલી છે, નફો રળવા માટે નહીં પણ લોકો ને પગભર બનાવવા પ્રયત્ન શીલ છે સોસાયટી ના પરિવાર સુપેરે સેવાનું કામ કરે છે પરોપકાર ના ભાવથી કાર્યરત સંસ્થાએ નફો કર્યોં તે સટાફ ની વફાદારી અને સોસાયટી ના સભાસદો ની કરકસર યુક્ત વહીવટી કુશળતા નું પરિણામ છે
આ તકે નવા વારાયેલા યોગ કોચ શ્રી પરેશ ભાઈ દુબલ, શ્રી જીગ્ના બેન ગોસ્વામી, શ્રી ઉર્વશી બેન પાંજરી, તેમજ શ્રીકિરણ બેન થકવાની ને મહાનુભાવો દ્વારા અભિવાદન કરવામાં આ વ્યુ હતું તેમજ પોરબંદર જિલ્લાના યોગ કોચ ટ્રેનરોનું સન્માન કરાયું હતું શ્રી રામભાઈ દાસાદ્વારા પોરબંદર નાં ત્રણ કર્મચારીઓ શ્રી યશભાઈ ચુડાસમા, કૈલાશ ભાઈ ભૂતિયા અને રામભાઈ દાસા ની કામ ગીરી ને કાર્યક્રમ નાં ઉદ ઘોષક તરીકે શ્રી શૈ લેશ ભાઈ પરમારે નિભાવી હતી જયારે આભાર દર્શન શ્રી યસ ભાઈ ચુડાસમા એ કર્યું હતું શાખા સમિતિ નાં સભ્ય શ્રી શાંતિ ભાઈ રૂઘાણી, ધીરુ ભાઈ વેગડ એ સારી જહેમત ઉઠાવી હતી કાર્યક્રમ માં સમાજ શ્રેષ્ઠિ શ્રી દિનેશભાઇ કારિયા શ્રી કિરીટ ભાઈ પંચાસરા, શ્રી નીતિન ભાઈ કોટેચા, શ્રી સુરેશભાઈ રાઠોડ, શ્રી સાદીયા ભાઈ શ્રી અનિલભાઈ અંકલેશ્વરીયા જૂનાગઢ અને પોરબંદર જિલ્લા નાં સભાસદો,થાપણ દારો – લોનીઓબહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર :-વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.