ફેમસ ઓફ કોમર્સ એકેડેમી (મહુવા) દ્વારા શિતલ કંપનીની મુલાકત 11 – 12 કોમર્સના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં કઈ રીતે આગળ વધે એ માટે ફેમસ ઓફ કોમર્સ એકેડેમી (મહુવા) દર વર્ષે કંપનીઓની મુલાકાત અને સેમિનાર કરે છે.
( રિપોર્ટ રમેશ જીજુંવાડિયા મહુવા)
ફેમસ ઓફ કોમર્સ એકેડેમી (મહુવા) દ્વારા શિતલ કંપનીની મુલાકાત.
11 - 12 કોમર્સના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં કઈ રીતે આગળ વધે એ માટે ફેમસ ઓફ કોમર્સ એકેડેમી (મહુવા) દર વર્ષે કંપનીઓની મુલાકાત અને સેમિનાર કરે છે. આ વર્ષે પણ શિતલ કંપનીની મુલાકાત કરાવવામાં આવી.
આ મુલાકાત દ્વારા બાળકોમાં કંપનીની ઝીણવટભરી બાબતથી લઈને વિદેશમાં નિકાસ સુધીની તમામ બાબતો સમજાવી મશીનરીમાં કઈ રીતે દરેક પ્રોડક્ટ બને છે તેની સંપુર્ણ માહિતી મેળવી.
શિતલ કંપનીના MD હિતેશભાઈએ FOC ના બાળકો સાથે રૂબરૂમાં ચર્ચા કરીને કંપની વિશે વધારે માહિતગાર કર્યા. FOC ના સંચાલકશ્રી નરસિંહભાઈ બલદાણીયા અને રૂત્વીબેન બલદાણીયા દ્વારા શિતલ કંપનીનો આભાર વ્યકત કરી ભેટ સ્વરૂપે ભગવાન કૃષ્ણની મૂર્તિ આપવામાં આવી.
સાથે સાથે બાળકોને એક દિવસીય પ્રવાસ કે જેમાં ત્રીમૂર્તિ મંદિર, ભારતમાતા સરોવર, નારણ સરોવર, પક્ષીઘરની મુલાકાત કરાવવામાં આવી. દિવસના અંતે ભૂરખીયા હનુમાનજી મહારાજના દર્શન કરાવી પ્રવાસને સફળ બનાવ્યો હતી.
દર વર્ષે ફેમસ ઓફ કોમર્સ એકેડેમી (મહુવા) આવા કાર્યક્રમોની સાથે-સાથે ગુજરાત બોર્ડના પરિણામમાં પણ મહુવા તાલુકામાં અગ્રેસર રહી છે.
દર વર્ષે નરસિંહભાઈ બલદાણીયા, લાલજીભાઈ બલદાણીયા, મહેશભાઈ કવાડ, અબુલભાઈ, અનિલભાઈ કૂચા અને હરીભાઈ કાતરીયાની ખુબ મહેનત દ્વારા દર વર્ષે A1 ગ્રેડ સુધી વિદ્યાર્થીઓને પહોંચાડીને મહુવા તાલુકામાં શ્રેષ્ઠ પરિણામ પણ અપાવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.