શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે બહેનો માટે રોજગાર લક્ષી તાલીમ નો પ્રારંભ
શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે બહેનો માટે રોજગાર લક્ષી તાલીમ નો પ્રારંભ
ભાવનગર શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે બહેનો માટે રોજગાર લક્ષી તાલીમ નો પ્રારંભ થયો છે.
જાન્યુઆરી ૨૦૨૫ થી ૬ માસ માટેની ૧૨૦ દિવસની તાલીમ દ્વારા સીવણ તાલીમ લેવા માગતી ૨૦ બહેનોને સ્ટાઇ પૈડ દ્વારા સીવણ ઉધ્યોગ ની તાલીમ બાદ પ્રમાણપત્ર અને પરીક્ષા બાદ માર્કશીટ અપાશે.
અમેરિકા સ્થિત શ્રી મહર્ષિભાઈ મહેતાનાં સહયોગથી શ્રી રુદ્રબાળા બેન પદ્મકાન્ત મહેતાની સ્મૃતિમાં યોજાતા તાલીમ કાર્યક્રમ અંતર્ગત ૧૦ બહેનોને બાળઉછેર અને આંગણવાડી સંચાલનની ૧૨૦ દિવસની વિશિષ્ટ તાલીમ આપવામાં આવશે.
જરૂરી સાહિત્ય અને અભ્યાસક્રમ સાથે નિષ્ણાતો દ્વારા અપાનાર રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમો માં ભાગ લેનાર બહેનોને ફિલ્ડ વિઝિટનો લાભ રહેશે.
જાન્યુઆરી થી શરૂ થનાર તાલીમ વર્ગમાં જોડાવવા માગતા બહેનોએ શિશુવિહાર કાર્યાલયમાં (સંપર્ક નંબર : ૯૮૨૪૫૧૫૯૯૫) પોતાનું નામ નોંધાવવા વિનંતી.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.