‘વિશ્વ ધ્યાન દીવસ’ નિમિત્તે ગાંધીનગર માં શિબિર નું આયોજન કરવામાં આવ્યું.
ગાંધીનગર માં આજે સવારે વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે કુડાસણ ખાતે આવેલા ગુડા ગાર્ડન માં ધ્યાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીનગર અને તેની આસપાસ વસતા વસાહતીઓ એ મોટી સંખ્યા માં ભાગ લીધો હતો.
યુનાઈટેડ નેશન્સ દ્વારા 21 ડિસેમ્બર ના દિવસ ને ' વિશ્વ ધ્યાન દિવસ ' તરીકે જાહેર કરેલ છે. તેથી આ ઉપક્રમે ગુજરાત રાજ્ય બોર્ડ અને અરવિંદ સંસ્થા અને સ્થાનિક યોગ બોર્ડ ના સહયોગ થી ગાંધીનગર માં ધ્યાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરના સાધકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો જેમાં ધ્યાન અને યોગ કરાવી ભારતીય સંસ્કૃતિ ની મહત્તા દેખાઈ હતી. આ કાર્યક્રમ દ્વારા ભારતીય પરંપરા માં હિન્દુ શાસ્ત્રો જેવા કે ભગવદ્ ગીતા, ઉપનિષદ, વગેરે માં ધ્યાન ની જે મહત્તા દર્શાવેલ છે તે અનુસાર સાધકો ને પણ તેનું વિધિવત જ્ઞાન આપી અને ધ્યાન, ધારણા, સમાધિ સ્થિતિ ની જાણ કરવામાં આવી જેનો તમામ ભાગ લેનાર લોકો દ્વારા એક સુત્રતા થી લાભ લેવામાં આવ્યો હતો.
રિપોર્ટ :- શાસ્ત્રી પુષ્પક શુક્લ (ગાંધીનગર)
9998891414
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.