પંજાબમાં મલ્ટીસ્ટોરી બિલ્ડિંગ ધરાશાયી:અનેક લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા, આમા જીમ-PG ચાલતું હતું; બેઝમેન્ટના ખોદકામના કારણે દુર્ઘટના - At This Time

પંજાબમાં મલ્ટીસ્ટોરી બિલ્ડિંગ ધરાશાયી:અનેક લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા, આમા જીમ-PG ચાલતું હતું; બેઝમેન્ટના ખોદકામના કારણે દુર્ઘટના


પંજાબના મોહાલીમાં શનિવારે સાંજે 3 માળની ઈમારત ધરાશાયી થઈ હતી. કાટમાળ નીચે 15 લોકો દટાયા હોવાની આશંકા છે. પોલીસ-પ્રશાસને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. NDRFની ટીમને બોલાવવામાં આવી છે. પ્રાથમિક જાણકારી અનુસાર આ બિલ્ડિંગમાં એક જીમ ચાલતું હતું. તેની બાજુમાં ભોંયરામાં ખોદકામ ચાલી રહ્યું હતું, જેના કારણે ઇમારતનો પાયો નબળો પડી ગયો અને ઈમારત પડી ગઈ. બિલ્ડિંગ ધરાશાયી થઈ તે સમયે જીમ ખુલ્લું હતું. આવી સ્થિતિમાં જીમમાં આવતા લોકોના કાટમાળ નીચે દટાઈ જવાની આશંકા છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ ઔપચારિક પુષ્ટિ થઈ નથી. વહીવટીતંત્ર જીમના સંચાલકોનો સંપર્ક કરી રહ્યું છે. અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સ અનુસાર 10-50 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીએ કહ્યું કે, અત્યારે એ કહેવું મુશ્કેલ છે કે જીમની અંદર કેટલા લોકો હતા જેઓ કાટમાળ નીચે દટાયેલા હોઈ શકે છે. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, જે બહુમાળી ઈમારત પડી તે લગભગ દસ વર્ષ જૂની હતી. મોહાલીના ડીસી આશિકા જૈનના જણાવ્યા અનુસાર, બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કાટમાળ હટાવવાની અને લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. AAP સાંસદે કહ્યું- NDRFની ટીમને બોલાવી છે
આનંદપુર સાહિબના સાંસદ માલવિંદર કાંગે કહ્યું કે, જાણવા મળ્યું કે અહીં એક જીમ હતું, જ્યાં યુવાનો કસરત કરવા આવતા હતા. તે સમયે તેમાં કોઈ હતું કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી. હાલ પોલીસની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. NDRFની ટીમને પણ બોલાવવામાં આવી છે. કાટમાળમાં કોઈને ઈજા થઈ નથી
મોહાલીના SSP દીપક પરીખે જણાવ્યું કે, ટીમો હાલમાં બચાવ કાર્યમાં લાગેલી છે. કાટમાળમાંથી હજુ સુધી કોઈને ઈજા થઈ નથી. જો કે કાટમાળ નીચે કોઈ દટાયું હોય તો તેની ઝડપથી શોધખોળ કરવામાં આવી રહી છે. 3 માળની ઈમારત ધરાશાયી, PHOTO'S... અમે આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.