6 વર્ષનો સંબંધ, લવ મેરેજને 4 વર્ષ અને પછી કેન્સર:સોશિયલ મીડિયા પર નેપાળી કપલની દર્દનાક લવ સ્ટોરી વાઈરલ, પતિના મૃત્યુના છેલ્લા વીડિયોને જોઈ ફેન્સ ભાવુક થયા - At This Time

6 વર્ષનો સંબંધ, લવ મેરેજને 4 વર્ષ અને પછી કેન્સર:સોશિયલ મીડિયા પર નેપાળી કપલની દર્દનાક લવ સ્ટોરી વાઈરલ, પતિના મૃત્યુના છેલ્લા વીડિયોને જોઈ ફેન્સ ભાવુક થયા


વો અપને સાથ ઉસકી રૂહ લે ગયા... આ પંક્તિ સોશિયલ મીડિયા પર વાઇરલ એક કપલ માટે છે. અહીં અમે ઇન્સ્ટાગ્રામ પર ફેમસ નેપાળી ઇન્ફ્લુએન્સર બિબેક પંગેની અને તેની પત્ની શ્રીજના સુબેદીની વાત કરી રહ્યા છીએ. નેપાળનું આ કપલ છેલ્લા થોડા દિવસોથી પોતાના વીડિયોઝથી સોશિયલ મીડિયા પર છવાયેલું હતું. જે લોકો સતત એક્ટિવ રહે છે તે નેપાળી કપલ બિબેક પંગેની અને તેની પત્ની શ્રીજના સુબેદી વિશે જાણતા જ હશે. હવે આ કપલને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. 6 વર્ષનો સંબંધ, 4 વર્ષ પહેલાં લવ-મેરેજ અને પછી કેન્સર
બંને 6 વર્ષથી રિલેશનશિપમાં હતાં, 4 વર્ષ પહેલાં તેમનાં લવ-મેરેજ થયાં હતાં. બધું જ યોગ્ય ચાલી રહ્યું હતું, તેમનાં સપનાં પૂરાં થઈ રહ્યાં હતાં. બંને સાથે જ ઇન્સ્ટા પર રીલ બનાવતાં હતાં. બંને ફેમસ કપલ, બધું જ પર્ફેક્ટ ચાલી રહ્યું હતું. પરંતુ અચાનક જ બિબેકને ચોથા સ્ટેજનું કેન્સર થઈ ગયું. 19 ડિસેમ્બરના રોજ તેનું નિધન થઈ ગયું હતું. તેમના કેન્સરના પહેલાંની અને પછીની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે, જેને જોઈને તેમના ફેન્સ ખૂબ જ ભાવુક થઈ રહ્યા છે. બિબેક યુનિવર્સિટી ઓફ જોર્જિયામાં ફિઝિક્સ અને એસ્ટ્રોનોમીના PhDના વિદ્યાર્થી હતા. 2022માં તેમને બ્રેઇન-ટ્યૂમર હોવાની જાણકારી મળી. આ બીમારી સામે તેઓ ખૂબ જ લડ્યા, આ લડાઈમાં તેમની પત્ની દરેક ક્ષણ તેમની સાથે રહી. બિબેક અને શ્રીજનાને જ્યારે કેન્સર અંગે જાણકારી મળી ત્યારે તેમની દુનિયા બદલાઈ ગઈ, પરંતુ બંનેએ હિંમત હારી નહીં. બંનેએ ઇન્સ્ટા પર સારવારની શરૂઆતથી લઈને તેમના છેલ્લા સંઘર્ષ સુધીના વીડિયોઝ શેર કર્યા છે. શ્રીજના તેના પતિ માટે બધું જ ભૂલી ગઈ હતી. લવસ્ટોરી કેવી રીતે શરૂ થઈ?
શ્રીજનાએ પોતાના ઇન્સ્ટા પર જણાવ્યું કે લગભગ 10 વર્ષ પહેલાં બંનેની મુલાકાત થઈ હતી. તેઓ સ્કૂલમાં શ્રીજનાના સિનિયર હતા. બંનેની લવસ્ટોરી 6 વર્ષ પહેલાં શરૂ થઈ અને પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ તેઓ અમેરિકા જતાં રહ્યાં અને પોતાની લાઈફની નવી શરૂઆત કરી. એક દિવસ બિબેકના માથામાં દુખાવો થયો, એ પછી તેમને ચાલવામાં પણ તકલીફ થવા લાગી. જ્યારે તેઓ ચેકઅપ માટે જતા હતા ત્યારે બિબેકે કહ્યું કે તેમને કશું જ થશે નહીં. જોકે MRI કર્યા પછી તેમને ચોથા સ્ટેજનું કેન્સર હોવાની જાણકારી મળી. તેમની પાસે માત્ર 6 મહિનાનો જ સમય હતો. ત્યાર બાદ બંનેનું જીવન બદલાઈ ગયું, શ્રીજના દરેક ક્ષણ પતિની સેવામાં રહી, તે તેના પતિ સાથે પડછાયાનો બનીને રહેતી હતી. 6 મહિનાની અંદર બધું જ ખતમ થઈ ગયું, પરંતુ પ્રેમ નહીં શ્રીજનાએ પતિના કીમોથેરાપી સમયે પોતાના પણ વાળ કાપી નાખ્યા, જેથી તેમને સામાન્ય અનુભવ કરાવી શકે. તેને જાણ હતી કે પતિ પાસે માત્ર 6 મહિનાનો જ સમય છે, જેથી તેણે પતિને છેલ્લા શ્વાસ સુધી પ્રેમ આપ્યો, તેનું ધ્યાન રાખ્યું અને બધી જ કોશિશ કરી કે તે બચી શકે, પરંતુ આ શક્ય નહોતું. શ્રીજનાએ બિબેકનો દરેક ક્ષણ સાથ આપ્યો, પરંતુ તેને બચાવી શકી નહીં. અંતિમ વીડિયો વાઇરલ
બિબેક પંગેની જીવલેણ બીમારી સામે લડી રહ્યા હતા, જોકે તેમનો પોઝિટિવ નેચર લાખો લોકો માટે પ્રેરણા બન્યો. તેમની પત્ની શ્રીજના સુબેદી ઇન્સ્ટાગ્રામ પર દરેક ક્ષણનો વીડિયો અને ફોટો શેર કરતી રહેતી હતી. તે પતિ સાથે દર વખતે રહીને તેમનો અંતિમ વીડિયો હવે ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે, જે 1 ડિસેમ્બર 2024ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં શ્રીજના પોતાના પતિને પ્રેમથી હાથ ફેરવતી જોઇ શકાય છે. તેના ચહેરા પર પતિના સ્વાસ્થ્યની ચિંતા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર મળ્યાં રિએક્શન
એક યુઝરે લખ્યું, શ્રીજનાએ પૂરી હિંમત અને પ્રેમ સાથે બિબેકની દેખરેખ કરી અને ઇચ્છતી હતી કે કોઈ ચમત્કાર થઈ જાય અને તેનો પતિ ઠીક થઈ જાય, પરંતુ ભગવાને બિબેકને છીનવી લીધો. અન્ય એક યુઝરે લખ્યું, આ કપલને જોઈને મારી આંખમાં આંસુ આવી રહ્યાં હતાં. તેમણે પોતાના પતિને બચાવવા માટે દરેક શક્ય કોશિશ કરી હતી. ખૂબ જ ખોટું થયું. એક અન્ય યુઝરે લખ્યું, આજની દુનિયામાં શ્રીજના જેવી હમસફર મળવી મુશ્કેલ છે. બ્રેઇન કેન્સરઃ એક સાઇલેન્ટ કિલર
બ્રેઇન કેન્સરને સાઇલેન્ટ કિલર કહેવામાં આવે છે, કેમ કે તેની શરૂઆતનાં લક્ષણો સામાન્ય બીમારીઓને મળતાં આવે છે અને લોકો એને ઇગ્નોર કરી દે છે. આ જીવલેણ સ્થિતિ દિમાગમાં અથવા એની આસપાસ અસામાન્ય સેલ્સની અનિયંત્રિત વૃદ્ધિના કારણે થાય છે. બ્રેઇન કેન્સર શું છે?
બ્રેઇન કેન્સરમાં દિમાગમાં બનતું ટ્યૂમર (પ્રાઇમરી બ્રેઇન કેન્સર) અથવા શરીરના અન્ય ભાગોથી દિમાગમાં ફેલાતું ટ્યૂમર (મેટાસ્ટેટિક બ્રેઇન કેન્સર) સામેલ હોય છે. આ ખૂબ જ ઝડપથી વધે છે અને દિમાગની સામાન્ય કામ કરવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. બ્રેઇન કેન્સરનાં લક્ષણો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.