કેજરીવાલે શરૂ કરી આંબેડકર શિષ્યવૃત્તિ યોજના:દલિત બાળકોના વિદેશમાં ભણતરનો ખર્ચ સરકાર ઉઠાવશે, કહ્યું- આ યોજના શાહ અને ભાજપ માટે જવાબ છે - At This Time

કેજરીવાલે શરૂ કરી આંબેડકર શિષ્યવૃત્તિ યોજના:દલિત બાળકોના વિદેશમાં ભણતરનો ખર્ચ સરકાર ઉઠાવશે, કહ્યું- આ યોજના શાહ અને ભાજપ માટે જવાબ છે


આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે શનિવારે ડૉ. આંબેડકર શિષ્યવૃત્તિ યોજનાની જાહેરાત કરી હતી. કેજરીવાલે કહ્યું કે, દલિત પરિવારના બાળકના ભણતર અને વિદેશની યુનિવર્સિટીમાં જવાનો ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે. અરવિંદ કેજરીવાલે કહ્યું, દલિત સમુદાયના કોઈ પણ બાળકને પૈસાના અભાવે ઉચ્ચ શિક્ષણ મેળવવાથી વંચિત ન રહેવું જોઈએ. હું ડૉ. આંબેડકર શિષ્યવૃત્તિની જાહેરાત કરું છું. જો કોઈ દલિત બાળક વિશ્વની કોઈપણ ટોચની યુનિવર્સિટીમાં ભણવા માગે છે, તો તે ફક્ત પ્રવેશ લઈ લે. તે યુનિવર્સિટીમાં તેના અભ્યાસનો ખર્ચ અને મુસાફરીનો તમામ ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે. તેમણે કહ્યું, આંબેડકરે વિદેશમાં અભ્યાસ કર્યા બાદ ડબલ પીએચડી કર્યું છે. સ્વતંત્ર ભારતમાં કોઈ પણ બાળકને વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. આ યોજના સરકારી અધિકારીઓ પર પણ લાગુ થશે. ભાજપ અને અમિત શાહ આંબેડકરની મજાક ઉડાવી રહ્યા છે. અમે આ યોજના દ્વારા તેનો જવાબ આપી રહ્યા છીએ. દિલ્હી વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 23 ફેબ્રુઆરી, 2025ના રોજ સમાપ્ત થાય છે. આગામી બે મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી 2020માં યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ બહુમતી અને 70માંથી 62 બેઠકો જીતી હતી. 26 દિવસમાં 5 જાહેરાત ડિસેમ્બર 18: 60 વર્ષથી વધુ વયના વૃદ્ધો માટે મફત સારવાર કેજરીવાલે 12 ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે, 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત સારવાર મળશે. કેજરીવાલે સ્પષ્ટ કર્યું કે, આ સારવાર તમામ વૃદ્ધો માટે મફત હશે, પછી ભલે તેઓ કોઈપણ કેટેગરીમાં આવે. તેમણે તેને સંજીવની યોજના જણાવી. ડિસેમ્બર 12: મહિલાઓ માટે દર મહિને રૂ. 1000 12 ડિસેમ્બરે કેજરીવાલે મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. તેને મહિલા સન્માન યોજના નામ આપવામાં આવ્યું છે. 18 વર્ષની વય પૂર્ણ કરનાર દરેક મહિલા આ યોજનાના દાયરામાં આવશે. કેજરીવાલે એમ પણ કહ્યું કે, ચૂંટણી બાદ મહિલાઓને દર મહિને અપાતી રકમ વધારીને ₹2100 કરવામાં આવશે. ડિસેમ્બર 10: ઓટો ડ્રાઇવરો માટે 4 જાહેરાતો કરી કેજરીવાલે 10 ડિસેમ્બરે ઓટો ડ્રાઈવરો માટે 4 જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ઓટો ડ્રાઈવરની દીકરીના લગ્ન માટે 1 લાખ રૂપિયા આપવામાં આવશે. હોળી અને દિવાળી પર યુનિફોર્મ બનાવવા માટે અઢી હજાર રૂપિયા આપવામાં આવશે. 10 લાખ રૂપિયાનો જીવન વીમો અને 5 લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ આપવામાં આવશે. આ ઉપરાંત ઓટો ચાલકોના બાળકોને કોચિંગ માટે પૈસા આપવામાં આવશે. નવેમ્બર 21: 5 લાખ લોકોને દર મહિને ₹2500 સુધીના પેન્શનની જાહેરાત કેજરીવાલે 21 નવેમ્બરે વૃદ્ધો માટે પેન્શન યોજના ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ યોજનામાં 80 હજાર નવા વૃદ્ધો જોડાયા છે. અગાઉ 4.50 લાખ લોકોને આ યોજનાનો લાભ મળતો હતો. હવે આ યોજનાના દાયરામાં પાંચ લાખથી વધુ વૃદ્ધો આવશે. 60થી 69 વર્ષના વરિષ્ઠ નાગરિકોને દર મહિને 2000 રૂપિયા આપવામાં આવશે. જ્યારે 70 વર્ષથી ઉપરના વૃદ્ધોને દર મહિને 2500 રૂપિયા મળશે. આ સ્કીમની જાહેરાત કરતા દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું- તેઓ પોતાના વડીલોના આશીર્વાદથી જેલમાંથી બહાર આવ્યા છે. આ યોજના તેમનો આભાર માનવા માટે છે. AAP દિલ્હીમાં એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.