દહેજ ભૂખ્યા સાસરિયાઓએ સોફ્ટવેર એન્જીનીયર પરિણીતાને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકી
દહેજ ભૂખ્યા સાસરિયાઓએ સોફ્ટવેર એન્જીનીયર પરિણીતાને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકતા ચકચાર મચી ગઈ હતી. અમદાવાદમાં પરિણીતાએ નોકરી કરી સાસરિયાઓને રૂ।.27 લાખનો ફ્લેટ લઈ આપ્યો છતાં માનસિક વૃત્તિ બદલી નહીં અને ત્રાસ આપવાનું ચાલુ રાખતા ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગે મારૂતિનગર સોસાયટી અંબિકા ભુવનેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતાં વિલાસબેન ભાસ્કરભાઈ કરગઠીયા (ઉ.વ.31) એ તેના પતિ ભાસ્કર રાજશી કરગઠિયા, સસરા રાજુ કરગઠિયા, સાસુ ભેનીબેન કરગઠિયા, દિયર સુધીર અને દેરાણી પાયલબેન વિરુદ્ધ માનસિક-શારીરિક ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાવી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણી સોફ્ટવેર એન્જીનીયર છે. તે તેમની નાની બહેન સાથે છેલ્લા બે વર્ષથી રહે છે. તેમના લગ્ન તા.07/05/2019 ના માળિયાહાટીનાના જાનુડાગામના ભાસ્કર સાથે થયેલ હતાં. તેમના પતિ અમદાવાદમાં સોફ્ટવેર એંજીનીયર તરીકે નોકરી કરે છે. તેણીના સસરા રાજશીભાઈ, સાસુ ભેનીબેન નિવૃત જીવન ગાળે છે.
તેમના દિયર સુધીરભાઈ, દેરાણી પાયલ સાથે સંયુક્ત કુટુંબમા સાથે રહેતા હતા. લગ્ન બાદ એકાદ મહિનો સાથે રહેલ બાદ તેણીને નોકરી અમદાવાદ ચાલુ હોય જેથી પતિ તથા મારા દિયર અમદાવાદ નોકરી કરવા માટે ગયેલ હતાં.
બાદમાં તેમના દીયરના લગ્ન થતાં દેરાણી પણ સાથે રહેતી હતી. તે દરિયાન દેરાણી ઘરનું કોઇ કામ કરતી નહી, તે અને દિયર તેણી પાસે ઘરકામ કરાવતાં હતાં.રસોઇ બનાવવી અને ઘરખર્ચ કાઢવુ બધુ તારે જ કરવું પડશે કહીં બન્ને મળી ઝઘડો કરવા લાગતાં હતાં. તેમજ દિયર-દેરાણી તેણીના પતિને તેમના વિરુધ્ધ ચઢામણી કરતા જેથી તે પણ ગાળો આપી ઝપાઝપી કરી મારકુટ કરતા અને કહેતા કે, તું વાંજણી છો, હજુ સુધી અમારા પરિવારને કોઇ સંતાન આપેલ નથી, કહી મ્હેણા ટોણા મારી શારીરિક માનસીક ત્રાસ આપતા હતાં.
તેણીના દિયર અને દેરાણી તેમના સાસુ જ્યારે અમદાવાદ આટો મારવા આવતા ત્યારે તેણી નોકરી પર હોય ત્યારે તેમના વિરુધ્ધ કાન ભંભેરણી કરતા હતા. જ્યારે તે કોઈ વાત કરતી તો પતિ સહિતના સાસરિયાઓ ઝઘડો કરતા અને કહેતા કે, તારા પિયરમાંથી હલકી ગુણવતા વાળી વસ્તુ કરીયાવરમા લાવેલ છો. લગ્ન પહેલાની કમાણી વધુ હોવા છતા તુ દહેજમાં ઓછુ લાવેલ છો, તેમ કહી પિયર વાળાને જેમ ફાવે તેમ બોલતા હતા. બાદમાં અમદાવાદમાં દંપતીએ એક ફ્લેટ બુક કરાવેલ જેમા તેણીએ રૂ।.29 લાખ ચુકવેલ અને બાદ ફ્લેટના પજેશનના રૂ।.20 લાખ અને ફર્નિચરના રૂ। લાખ ચૂકવેલ હતાં.
ફ્લેટનો હપ્તો દંપતીના બેંક એકાઉન્ટમાંથી ચૂકવાઈ છે. આજ સુધી રૂ। લાખના હપ્તા ભરેલ છે. દિયરનો તમામ લગ્નનો ખર્ચ તેણી અને તેના પતિના પગારમાથી ચુકવેલ હતો. તેણી સાસરીયામા હતી ત્યારે બધો ખર્ચ પગારમાથી થતો હતો. છેલ્લે બે વર્ષ પહેલા સાસરીમાં જાનુડા લગ્ન પ્રસંગે ગયેલ ત્યારે સાસરિયાઓ કહેવા લાગેલ કે, ફ્લેટના માલીકીમાથી તારુ નામ કાઢી દિયરના નામે કરવા અને મકાનના તમામ હપ્તા તારે ભરવાના રહેશે,સાસુ-સસરાએ કહેલ કે, તારો દર મહિનાનો પગાર અમારા ખાતામા નાખી દેવાનો જેથી દિયરનુ મકાન લેવાઈ જાય અને દસ હજાર ખર્ચ માટે આપશે એવુ કહેલ હતું.
ઉપરાંત પ્રેગ્નેસીનીના રહેવા બાબતે પણ અવાર નવાર મેંણા ટોણા મારતા અને કોઇ નિદાન કે સારવાર ન કરાવી છેલ્લે ડીપ્રેશનમા આવી જાવ તેમ તમામ પ્રયાસો કરેલ હતાં.ડિસેમ્બર 2022 માં નાબે વર્ષથી તેણીને પહેરેલ કપડે તે પિતાના ઘરે રહેવા આવી ગયેલ છે. બનાવ અંગેની ફરીયાદ પરથી પોલીસે કાર્યવાહી કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.