રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરી બસ સેવામાં CNG ફ્યુઅલ આધારિત નવી ૨૨ બસ શરૂ. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરી બસ સેવામાં CNG ફ્યુઅલ આધારિત નવી ૨૨ બસ શરૂ.


રાજકોટ શહેર તા.૨૧/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન થાકત, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, શહેરીજનોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા BRTS બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી. (SPV) દ્વારા કરવામાં આવી રહેલ છે. આ બંને બસ સેવાનો દૈનિક ધોરણે અંદાજીત ૫૦,૦૦૦ થી વધુ લોકો દ્વારા લાભ લેવામાં આવી રહેલ છે. સિટી બસ સેવામાં સિનિયર સિટિઝનને ફ્રી મુસાફરીની જાહેરાતના નિર્ણયથી અંદાજીત દૈનિક ૭,૦૦૦ થી વધુ સિનિયર સિટિઝન દ્વારા પણ લાભ લેવામાં આવે છે. તા.૧૪/૧૨/૨૦૨૪ શનિવારના રોજ નીચે મુજબના રૂટ પર ૨૨ CNG ફ્યુઅલ આધારિત બસ ચાલુ કરવામાં આવેલ છે. આ ઉપરાંત વધારે ટ્રાફિક વાળા કુલ ૩ રૂટ માં લોકોની સુવિધા વધારવા માટે પ્રતિ રૂટ-૨ લેખે કુલ વધારાની ૬ નવી બસોનો વધારો કરવામાં આવેલ છે. એટલે કે આ રૂટ પર હવે પછી ૨ બસ ને બદલે ૪ બસ કાર્યરત થશે. ઉક્ત બસનો ઉમેરો થતા સિટી બસ તથા BRTS સેવા અંતર્ગત હાલમાં કુલ-૧૯૯ બસ દ્વારા કુલ-૭૩ રૂટ પર પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે. તેમજ શહેરમાં સિટી બસ સેવાના હયાત રૂટ તેમજ નવા રૂટ ચાલુ કરવા બાબતે રૂટ રેશનાલાઇઝેશન અંગેની કામગીરીમાં જર્મનીની એજન્સી GIZ સાથે ભારત સરકારના આવાસ, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) જર્મન ફેડરલ મિનિસ્ટ્રી ફોર ઇકોનોમિક કો-ઓપરેશન (BMZ) દ્વારા કમિશન્ડ કરાયેલ સસ્ટેનેબલ અર્બન મોબીલીટી, એર ક્વોલીટી, ‘ક્લાઇમેટ એક્શન અને એક્સેસિવીલીટી (SUM-ACA)’ સંબંધિત ક્ષેત્રના પ્રોજેક્ટની અમલવારી માટેનો ટેકનિકલ સહયોગ વિનામુલ્યે આપવામાં આવી રહેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન થાકત, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયાએ સિટી બસ સેવાનો તથા નવા શરૂ કરવામાં આવેલ રૂટનો મહત્તમ લાભ લેવા શહેરીજનોને ખાસ અપીલ અને અનુરોધ કરેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.