ઇડર પો.સ્ટે.છેલ્લા બે વર્ષથી ના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પકડી પાડતી ઇડર પોલીસ - At This Time

ઇડર પો.સ્ટે.છેલ્લા બે વર્ષથી ના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પકડી પાડતી ઇડર પોલીસ


નાયબ પોલીસ મહાનિરીક્ષક સા શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા વિજય પટેલ પોલીસ અધિક્ષક સા શ્રી સાબરકાંઠા- હિંમતનગરનાઓએ ઘણા લાંબા સમયથી નાસતા ફરતા ઇસમોને પકડવા સારૂ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ હાલમાં ચાલતી ડ્રાઇવ અનુસંધાને કામગીરી કરવા સૂચના આપેલ હોઇ જે અનુસંધાને સ્મિત ગોહીલ નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી ઇડર વિભાગ ઇડર નાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ સી.જી.રાઠોડ નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેવા સુચના આપેલ જે સુચના આધારે સર્વેલન્સ સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓને પણ ઝડપી પાડવા સારૂ યાદી તૈયાર કરી તેઓના સંભવિત આશ્રય સ્થાનોની માહીતી પ્રાપ્ત કરવા માટે સ્થાનિક બાતમીદારો રોકી તેઓને પ્રોત્સાહિત કરી તેમજ ટેકનિકલ હામુન સોર્સનો ઉપયોગ કરી તેઓને ઝડપી પાડવા ટીમની રચના કરેલ જેમાં આજ રોજ પો.ઈન્સ.ઈડર નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ઇડર પોલીસ સ્ટેશન પાર્ટ-એ નં.૧૧૨૦૯૦૨૦૨૨૧૩૮૫/૨૦૨૨ ઈ.પી.કો.કલમ ૪૦૮,૪૦૯,૪૦૬,૪૨૦ વિગેરે મુજબના ગુન્હાનો નાસતો ફરતો આરોપી દિપસિંહ નાનુભા જાતે ઝલા રહે.ઇંગરોની દરબાર શેરી તા.લખતર જી.સુરેન્દ્રનગર નાનો નેવી બ્લ્યુ કલરનો આખી બોયનો શર્ટ તથા સફેદ કલરનું પેન્ટ પહેરેલ છે અને તે હાલ ઇડર બસ સ્ટેન્ડ આગળ રસ્તા પાસે ઉભો છે જે બાતમી હકીકત આધારે સદર જગાયે જૈ જોતા ઉપરોક્ત વર્ણન વાળો ઇસમ ઉભો હોય જેને કોર્ડન કરી પકડી પાડી તેનું નામઠામ પુછતાં પોતે પોતાનું નામ દિપસિંહ નાનુભા જાતે ઝલા ઉ.વ.૫૦ રહે.ઇંગરોળી દરબાર શેરી તા.લખતર જી.સુરેન્દ્રનગર નો હોવાનું જણાવેલ જેથી સદરી ઇસમને ઇડર પોલીસી સ્ટેશન ખાતે લાવી ઉપરોક્ત ગુન્હા બાબતે પુછપરછ કરી સદરી ઇસમ વિરૂધ્ધ ઈડર પોલીસ સ્ટેશન પાર્ટ-એ નં. ૧૧૨૦૯૦૨૦૨૨૧૩૮૫/૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૪૦૮,૪૦૯, ૪૦૬,૪૨૦ મુજબના ગુન્હામાં નાસતો ફરતો હોય જેથી પકડી પાડી પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે. આમ છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડવા ઇડર પોલીસને વધુ એક સફળતા મળેલ છે.

✒️
(રીપોર્ટ હસન અલી સાબરકાંઠા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.