નવગુજરાત ઉચ્ચતર માધ્યમિક શાળા, બાલાસિનોરના જીવવિજ્ઞાન વિષયના શિક્ષક ડૉ.ચિરાયુ હિતેન્દ્રભાઇ ત્રિવેદી એ પી.એચડી ની પદવી પ્રાપ્ત કરી. - At This Time

નવગુજરાત ઉચ્ચતર માધ્યમિક શાળા, બાલાસિનોરના જીવવિજ્ઞાન વિષયના શિક્ષક ડૉ.ચિરાયુ હિતેન્દ્રભાઇ ત્રિવેદી એ પી.એચડી ની પદવી પ્રાપ્ત કરી.


નવગુજરાત ઉચ્ચતર માધ્યમિક શાળા, બાલાસિનોરના જીવવિજ્ઞાન વિષયના શિક્ષક ડૉ. ચિરાયુ હિતેન્દ્રભાઇ ત્રિવેદી એ પી.એચડી ની પદવી પ્રાપ્ત કરી.અંજુમન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નવગુજરાત ઉચ્ચતર માધ્યમિક શાળા, બાલાસિનોરના જીવવિજ્ઞાન વિષયના શિક્ષક ડૉ. ચિરાયુ હિતેન્દ્રભાઇ ત્રિવેદી એ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી માથી Life Science (Biotechnology) ના વિષય માં માર્ગદર્શક ડૉ. કલ્પેશ જે મેહતા અને સહ માર્ગદર્શક ડૉ. જીતેન્દ્રિય પાનિગ્રાહીના માર્ગદર્શન દ્વારા સંશોધન કરીને ખૂબ જ સન્માનનીય અને મૂલ્યવાન પી.એચડી ની ડિગ્રી હાંસલ કરી છે. જેથી સમગ્ર અંજુમન એજ્યુકેશન ટ્રસ્ટ તથા શાળા સંકુલ અત્યંત ગર્વની લાગણી અનુભવે છે અને આવા પ્રેરણાદાયી કાર્યને બિરદાવતા અત્યંત હર્ષ અને ગૌરવ અનુભવતા ડૉ. ચિરાયુભાઈ અને તેમના સમગ્ર પરિવારને હાર્દિક અભિનંદન પાઠવે છે. ડૉ. ચિરાયુ ત્રિવેદી એ તેમના સંશોધન કાર્યમા વિવિધ પ્રકારના શાક-ફ્રૂટ લાંબો સમય તેની ગુણવત્તા સચવાઈ રહે અને શાક- ફ્રુટ જલ્દી બગડી ન જાય તે માટેનું સંશોધન કરીને સમાજ ઉપયોગી ભગીરથ કાર્ય કર્યું છે.
સમગ્ર રિસર્ચ દરમિયાન તેમના શોધ-લેખ વિશ્વ પ્રતિષ્ઠિત ELSEVIER અને EJAR જેવી જર્નલમાં પ્રકાશિત પણ થયેલ છે.

રિપોર્ટર ભૌમિક પટેલ બાલાસિનોર
9714056889


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.