સુરત પ્રેરણા ગૌ સેવા ટ્રસ્ટ નું શુક્ષ્મ જીવાત્મા માટે ૨૧.૦૦૦ હજાર શ્રીફળ થી પરમાર્થ - At This Time

સુરત પ્રેરણા ગૌ સેવા ટ્રસ્ટ નું શુક્ષ્મ જીવાત્મા માટે ૨૧.૦૦૦ હજાર શ્રીફળ થી પરમાર્થ


સુરત પ્રેરણા ગૌ સેવા ટ્રસ્ટ નું શુક્ષ્મ જીવાત્મા માટે ૨૧.૦૦૦ હજાર શ્રીફળ થી પરમાર્થ

સુરત શહેર ની સામાજિક સંસ્થાન પ્રેરણા ગૌ સેવા ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઓ સ્વંયમ સેવકો ઉદારદિલ દાતા ઓનું શુક્ષ્મ જીવાત્મા પ્રત્યે અપાર કરુણા વત્સલ્ય કાર્ય દર વર્ષે માફક ધનુરમાસ દરમિયાન શ્રીફળ દ્વારા ડાંગ આહવા વિસ્તારના અંતરયાળ ગાઢ જંગલોમાં કીડિયારું પૂરવાના નાં આયોજનના ભાગરૂપે
શ્રીફળ માં ડ્રીલીંગ કરી
લોટ ઘી ગોળ તલવટ તેમજ માંડવી સીંગદાણા નો ભૂકો કરી કીડિયારું પૂરવા માટે મિક્ષ બૂરું બનાવતા પ્રેરણા ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સાથી સેવાકીય સંસ્થાઓના સ્વયંસેવકો આ વર્ષે તા.૨૨/૧૨/૨૪ ને રવિવાર નાં રોજ ૨૧.૦૦૦ શ્રીફળ દ્વારા કીડિયારું પૂરવા નું આયોજન કર્યું છે પ્રેરણા ગૌ સેવા ટ્રસ્ટ ની પ્રેરણાત્મક સેવા દરેક જીવાત્મા ના કલ્યાણ ની કામના શ્રેય માર્ગે ચાલવાની ઉદાત પ્રેરણા આપે તેવી છે જે વરસાદ ના સમયે લાંબો સમય ખરાબ ન થાય તેવી રીતે શુક્ષ્મ જીવાત્મા ને યોગ્ય આહાર મળી રહે તેવા ઉમદા અભિગમ સાથે આ સુરમું શ્રી ફળ માં ભરી વેરાન વગડા જંગલો માં દૂરસદુર મુકવાથી કરોડો શુક્ષ્મ જીવો ને નિયમિત આહાર મળે રહે છે પ્રેરણા ગૌ સેવા ટ્રસ્ટ ની પરેણાત્મક પરમાર્થ મુહિમ વર્ષ પ્રતિ વર્ષ વિસ્તરી રહી છે ડાંગ આહવા સહિત ના જંગલ વિસ્તારો માં જઈ ને આ સુરમું ભરેલા શ્રી ફળ શુક્ષ્મ જીવો માટે સર્વત્ર મૂકી દેવાય છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.