ધરમપુર જી.આઈ.ડી.સી.એસો દ્વારા સુદામા ડેરીના ચેરમેનનું થયું અભિવાદન - At This Time

ધરમપુર જી.આઈ.ડી.સી.એસો દ્વારા સુદામા ડેરીના ચેરમેનનું થયું અભિવાદન


પોરબંદર ધરમપુર જી.આઈ.ડી.સી. એસોસિયશનના હોદ્દેદારો અને સભ્યોએ સુદામાડેરીના નવનિયુક્ત યુવા મેનેજિંગ ડિરેકટર ડો.આકાશભાઈ રાજશાખાનું અભિવાદન કરવામાં આવ્યુ હતુ.એસોના પ્રમુખ લખનભાઈ મોઢવાડિયા,ખજાનચી જીજ્ઞેશભાઈ બથિયા, ભાવિનભાઈ મહેતા, પ્રિતેશ લાખાણી વગેરે હોદ્દેદારો અને સભ્યો બહોળી સંખ્યામાં આકાશભાઈને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવા સુદામા ડેરીના કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ઉદ્યોગમાં વિવિધ કાર્યક્રમો દ્વારા પ્રોત્સાહિત યોજનાઓની માહિતિ અને મિટિંગ દ્વારા વિવિધ સમસ્યાઓનો ઉકેલ લાવવા વગેરે માટે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.