સુઈગામના પાડણ ખાતે ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ સંમેલન-વ-પ્રદર્શન કાર્યક્રમ યોજાયો. - At This Time

સુઈગામના પાડણ ખાતે ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ સંમેલન-વ-પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.


સુઈગામ તાલુકાના પાડણ ગામે મુળેશ્વર મહાદેવના મંદિર ખાતે પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા -વ- નાયબ ખેતી નિયામક તાલીમ એચ.જે.જિંદાલના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત પાડણ ગામે પ્રાકૃતિક કૃષિ ખેડુત સંમેલન –વ- પ્રદર્શન કાર્યક્રમનુ આયોજન વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને કરવા માં આવ્યુ. જેમા આજુ બાજુ ના ગામો માથી આવેલ ખેડુતો ને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી અને પ્રાકૃતિક ખેતી ના ફાયદાઓ અને એક ગામ માથી ૭૫ થી વધુ ખેડુતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે માર્ગદશન અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો ના સ્ટોલ ની મુલાકાત લેવામા આવી હતી.
જેમા તાલુકાના પદાધિકારીઓ અને વૈજ્ઞાનિકઓ દ્વારા પ્રાકૃતિક ખેતી પધ્ધતીનુ માર્ગદર્શન અને વિવિધ યોજનાઓના પેમેન્ટ હુકમ અને પુર્વ મંજુરી હુકમ વિતરણ સ્ટેજ ના મહાનુભાઓ દ્વારા વિતરણ કરવામાં આવ્યા, કાર્યક્રમ માં કનુભા વાઘેલા ડી.પી.ડી બનાસકાઠા દ્વારા આભાર વિધી કરી કાર્યક્રમ ને પુર્ણ જાહેર કરવામાં આવ્યો હતો અને ખેડૂતો મોટી સંખ્યા માં હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો...


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.