ધારાસભ્ય શ્રી નિમીષાબેન સુથારની અધ્યક્ષતામાં મોરવા હડફ ખાતે દિવ્યાંગજનોને વિનામૂલ્યે સાધન સહાય વિતરણ માટે કેમ્પ યોજાયો
પંચમહાલ,
શુક્રવાર :- દિવ્યાંગજન સશકિતકરણ વિભાગ સામાજીક ન્યાય અને અઘિકારીતા વિભાગ મંત્રાલય ભારત સરકારની એડીપ યોજના અંતર્ગત દિવ્યાંગજનો માટે વિનામુલ્યે સાધન સહાય વિતરણ કેમ્પનું ધારાસભ્ય શ્રી નિમીષાબેન સુથારના અધ્યક્ષસ્થાને મોરવા હડફ તાલુકામાં આવેલી પુષ્પદીપ હાઇસ્કુલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ.
આ કેમ્પમાં ૩૧૮ લાભાર્થીઓને ૨૧ પ્રકારના સાઘન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં તેઓને કુલ ૪૪૪ સાધન આ૫વામાં આવ્યા હતા. આ સાઘનોની કુલ કિંમત રૂા. ૩૪,૬૭,૫૩૧/- જેટલી છે. આ સાઘનો પૈકી હલન-ચલનની દિવ્યાંગતા ઘરાવતા દિવ્યાંગોને ૧૮ મોટરાઇઝડ સાયકલ, ૧૦૧ ટ્રાઇસીકલ, ૮૫ વ્હીલચેર, ૪૬ કેલી૫ર્સ અને પ્રોસ્ટેસીસ આ૫વામાં આવ્યા છે. આંખોની ખામીવાળા દિવ્યાંગોને ૪૩ વોકીંગ સ્ટીક, ૧૩ બ્રેઇલકેન, ૧૧ બ્રેઇલકીટ, ૨૨ સુગમ્ય કેન, ૦૧ સ્માર્ટફોન વિથ સ્ક્રીનરીડીંગ આ૫વામાં આવ્યા છે. બધીરતા ઘરાવતા દિવ્યાંગોને ૬૦ હિયરીંગ એઇડ આ૫વામાં આવ્યા છે. માનસિક રીતે દિવ્યાંગતા ઘરાવતા દિવ્યાંગોને ૧૧ સી.પી ચેર આ૫વામાં આવી છે. અલગ અલગ દિવ્યાંગતા ઘરાવતા, અલગ અલગ સાઘન સહાયવાળા મોરવા હડફ તાલુકાના ૧૧ લાભાર્થીઓને ૫સંદ કરવામાં આવ્યા હતા. જેઓને સ્ટેજ ઉ૫રથી ઉપસ્થિત મહાનુભવોના હસ્તે સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં અતિથી વિશેષ તરીકે તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી સહિત મોરવા હડફના સરપંચશ્રી અને મોટી સંખ્યામાં દિવ્યાંગજનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હોવાનું જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, ગોધરા પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.