બાઈકની હેડ લાઈટ પાછળનો સોકેટ તોડી ડાયરેકટ કરી વાહન ચોરી કરતી બેલડી ઝડપાઈ - At This Time

બાઈકની હેડ લાઈટ પાછળનો સોકેટ તોડી ડાયરેકટ કરી વાહન ચોરી કરતી બેલડી ઝડપાઈ


રાજકોટ શહેર-ગ્રામ્યમાં થયેલ 13 વાહન ચોરીના ભેદ આજીડેમ પોલીસે ઉકેલી નાંખી ઉપલેટા અને ધોરાજીના શખ્સને ખોખલદળ પાસેથી દબોચી લઈ ચોરાઉ 13 બાઈક મળી કુલ રૂ.5.35 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. હેન્ડલ લોક વગરની બાઈકની હેડ લાઈટ પાછળનો સોકેટ તોડી ડાયરેકટ કરી વાહન ચોરીને અંજામ આપતાં હતાં.
રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમારે મિલકત સંબંધી અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા માટે આપેલ સૂચનાથી આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.બી.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ જે.જી.રાણા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ કિશોર ઝાપડા, કોન્સ્ટેબલ મહેશ કોઠીવાળ, જગદીશસિંહ પરમાર અને ગોપાલ બોળીયાને મળેલ સંયુક્ત બાતમીના આધારે રાજકોટ કોઠારીયા રીંગ રોડ, ખોખડદડ પુલ પાસેથી રવી ઉર્ફે કાલી રસીકભાઈ સોલંકી (ઉ.વ.29),(રહે.નાગનાથ ચોક, જડેશ્વર મંદીર પાસે, ઉપલેટા) અને મીત સુરેશ વ્યાસ (ઉ.વ.21), (રહે.નિલકંઠ સોસાયટી, વૈષ્ણવ વાડી પાસે, ધોરાજી) ને ચોરાઉ બાઈક નં. જીજે-03-એલએચ-3996 સાથે પકડી પાડી આજીડેમ પોલીસ મથકમાં નોંધાયેલ વાહન ચોરીનો ગુનો ડિટેકટ કર્યો હતો.
પકડાયેલ બન્ને આરોપીઓની પોલીસે આગવી ઢબે પુછપરછ કરતા આરોપી રવી ઉર્ફે કાલી સોલંકીએ છેલ્લા બે મહીનામાં રાજકોટ શહેરમાં અલગ-અલગ જગ્યાએથી તેમજ રાજકોટ ગ્રામ્યના જેતપુર, ઉપલેટા, શાપર-વેરાવળમાંથી કુલ-12 બાઈકની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હતી. જે તમામ ચોરાઉ બાઈક આરોપી મીત વ્યાસને વેંચાણ કરવા માટે આપેલ હતાં.
જે ચોરાઉ બાઈક મીત વ્યાસે ધોરાજીમાં અલગ- અલગ વ્યક્તિઓને વેંચાણ કરી તેમજ એક મોટર સાઈકલબાઈક લાખણકા ગામ ખાતે વેંચાણ કરેલ હોવાની કબૂલાત આપતાં અલગ-અલગ જગ્યાએથી ચોરીમાં ગયેલ 13 બાઈક રીકવર કરી કુલ રૂ.5.35 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ઉપરાંત પૂછતાછમાં આરોપી મોડી રાત્રીના સમયે હેન્ડલ લોક વગરના બાઇકની હેડ લાઈટની પાછળના ભાગે લાગેલ સોકેટ તોડી મોટર સાઈકલ ડાયરેકટ કરી મોટર સાઈકલની ચોરીઓ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.