જસદણ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે હીરેનભાઈ સાકરીયાનું ઉપસતું નામ
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે હાલ ગત વિધાનસભા બેઠકમાં સક્રિય તરીકે મહત્વની ભુમિકા ભજવનારા હિરેનભાઈ સાકરીયાનું નામ ઉપસી રહ્યાં હોવાનું સ્થાનિક રાજકિય મોવડીઓમાં ચર્ચાઈ રહ્યું છે. જસદણમાંથી ચાર થી પાંચ આગેવાનોએ દાવેદારી કરી છે જેમાં હાલ પ્રથમ હિરેનભાઈ સાકરીયા ત્યારબાદ ભાજપના વિજયભાઈ રાઠોડનું નામ પણ ચર્ચામાં છે. પણ રાજકારણમાં કશું નિશ્ચિત માનવામાં આવતું નથી છેલ્લી ઘડીએ પણ ફેરફાર થઈ શકે છે. હાલ બન્ને નામોની ચર્ચા ચાલી રહી છે અને બન્ને ભાજપમાં તન મન અને ધનથી સક્રિય તરીકે કામ કર્યુ છે. ત્યારે પાર્ટીના આગેવાનો કોને જસદણ શહેરના પ્રમુખનો તાજ પહેરાવે છે તે તરફ મીટ મંડાયેલી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.